Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ RPFનો ચાર પગવાળો જાંબાઝ 'ઉશર':દરરોજ 8 કલાકની ડ્યુટી અને અચૂક સુંઘવાની ક્ષમતા, સ્નિફર ડોગને ખાસ ટ્રેકિંગ પ્રેક્ટિસ

    1 day ago

    રાજકોટ રેલ્વે સુરક્ષા દળ (RPF) દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનની સુરક્ષા વ્યવસ્થામાં માત્ર માનવ બળ જ નહીં, પરંતુ ચાર પગ ધરાવતા વફાદાર અને અત્યંત તાલીમબદ્ધ કર્મચારીઓ પણ એટલી જ નિષ્ઠાથી પોતાની સતત ફરજ નિભાવી રહ્યા છે. રાજકોટ રેલ્વે ડિવિઝનના સુરક્ષા કાફલામાં આવો જ એક ખાસ અને અતિ મહત્વપૂર્ણ કર્મચારી એટલે સ્નિફર ડોગ 'ઉશર' છે. સામાન્ય કર્મચારીઓની જેમ 'ઉશર'ને પણ રેલ્વે સુરક્ષા શાખા દ્વારા ખાસ બજેટ, સત્તાવાર સંભાળ અને દરરોજ 8 કલાકની કડક ડ્યુટી ફાળવવામાં આવી છે. પોતાની અદ્ભુત તેમજ તીક્ષ્ણ સુંઘવાની શક્તિનાં જોરે ઉષાર રાજકોટ રેલ્વે પરિસરમાં અવિરત રક્ષકની ભૂમિકા ભજવી રહ્યો છે. 'ઉશર'ની વિશિષ્ટ સુંઘવાની ક્ષમતા રેલ્વે સ્ટેશન જેવા અત્યંત ધમધમતા અને સંવેદનશીલ સ્થળોએ જ્યાં સામાન્ય માનવીય નજર કે પરંપરાગત તપાસ પ્રક્રિયા ટૂંકી પડે છે, ત્યાં પછી 'ઉશર'ની વિશિષ્ટ સુંઘવાની ક્ષમતા કામમાં આવે છે. ચોરીના બનાવો અટકાવવા, રેલ્વેની કિંમતી સંપત્તિનું રક્ષણ કરવું, શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓને સમયસર શોધી કાઢવી અને કોઈપણ અપ્રિય ઘટના બનતા પહેલા તેને રોકવી–આ તમામ જવાબદારીઓ 'ઉશર' પોતાની અચૂક ટ્રેકિંગ ક્ષમતા દ્વારા ખૂબ જ સરળતાથી પૂરી કરે છે. દરરોજ 8 કલાકની ડ્યુટી, એક જ વખતમાં ટ્રેક પકડવાની ક્ષમતા ઉશરની દૈનિક દિનચર્યા પણ શિસ્તબદ્ધ સુરક્ષાકર્મીથી જરાય ઓછી નથી. દરરોજ 8 કલાકની નિયમિત ફરજ દરમિયાન તેને RPF હેન્ડલર્સ દ્વારા ખાસ ટ્રેકિંગ પ્રેક્ટિસ અને મોકડ્રીલ કરાવવામાં આવે છે. પ્રેક્ટિસ દરમિયાન વિભિન્ન પ્રકારના રૂમાલ, કપડાના ટુકડા કે ચીજવસ્તુઓ પર રહેલી માનવ શરીરની ગંધને ઓળખવાની તાલીમ આપવામાં આવે છે. ઉશર એક જ વાર ગંધ પારખીને અનેક વસ્તુઓ વચ્ચેથી યોગ્ય પુરાવો કે ટ્રેક પકડી લેવામાં સક્ષમ છે. રાજકોટ RPF ટીમનું એક અનમોલ અંગ ‘ઉશર’ માત્ર ઇમરજન્સી કે ઘટના સમયે જ નહીં, પરંતુ શાંતિના સમયમાં પણ ઉશરની સેવાઓ એટલી જ મહત્વપૂર્ણ રહે છે. RPF સ્ક્વોડ દ્વારા તેને લઈ રાજકોટ રેલ્વે સ્ટેશન પરિસરમાં, ટ્રેક આસપાસ અને લાંબા અંતરની ટ્રેનોમાં સતત પ્રિવેન્ટિવ સર્ચ ડ્યુટી (સુરક્ષા તપાસ) કરાવવામાં આવે છે. આ નિયમિત પેટ્રોલિંગને કારણે ગુનેગારો અને અસામાજિક તત્વોમાં પણ ભય રહે છે, જેનાથી રેલ્વે સંપત્તિ સુરક્ષિત રહે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેલ્વે ડિવિઝનમાં મુસાફરી કરતા હજારો મુસાફરોની સુરક્ષા અને શાંતિપૂર્ણ પ્રવાસ પાછળ આ ચાર પગવાળા જાંબાઝ સેવકની મહેનત અને વફાદારી છુપાયેલી છે. કોઈપણ જાતના થાક વગર અને સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતાની 8 કલાકની ફરજ બજાવતો આ સ્નિફર ડોગ ઉશર ખરેખર રાજકોટ RPF ટીમનું એક અનમોલ અને ગૌરવવંતું અંગ છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 55 સિનિયર સિટીઝન્સ માટે ધાર્મિક યાત્રા:લાયન્સ ક્લબ દ્વારા પાંચ મહાદેવ અને અંબાજીના દર્શન
    Next Article
    Men Kill Bangladesh Family Of 4, Then Eat Their Food, Bath, Consume Drugs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment