Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે સુરક્ષા દળની પ્રસંશનીય કામગીરી:RPF વડોદરાની ટીમે ઓપરેશન અમાનત હેઠળ રશિયન મહિલાનો 3.60 લાખનો સામાન પરત અપાયો

    19 hours ago

    પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના રેલવે સુરક્ષા દળની સતર્કતા અને પ્રામાણિકતાનો કિસ્સો સામે આવ્યો છે. ઓપરેશન અમાનત અંતર્ગત આરપીએફની ટીમે મડગાંવ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરતી એક વિદેશી મહિલાનો લાખોની કિંમતનો સામાન સુરક્ષિત રીતે પરત કર્યો હતો. અંદાજે 3.60 લાખનો સામાન પરત કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટ્રેનમાં બિનવારસી સામાન પડ્યો હોવાની માહિતી મળી મુસાફરો ઘણીવાર ઉતાવળમાં અથવા અન્ય કારણોસર ટ્રેનમાં પોતાનો સામાન ભૂલી જતા હોય છે. અને બાદમાં તેની શોધખોળ આરંભે છે. વડોદરા ડિવિઝનના આરપીએફ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે રાજધાની એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચમાં કેટલોક સામાન બિનવારસી હાલતમાં છે. માહિતી મળતા સબ-ઇન્સ્પેક્ટર મૂળચંદ વર્મા અને મહિલા કોન્સ્ટેબલ અંજુ યાદવ તાત્કાલિક ટ્રેનના કોચમાં પહોંચ્યા હતા. કોચમાં તપાસ કરતા તેમને ત્યાં કિંમતી વસ્તુઓ ભરેલી બેગ અને અન્ય સામાન મળી આવ્યો હતો, જે કોઈ મુસાફર ભૂલથી છોડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ સામાન કબજે લઈને પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો હતો. વિદેશી મહિલા ફરિયાદ કરવા પહોંચી, તપાસ બાદ સમાન અપાયો ટ્રેનમાંથી મળેલો કિંમતી સામાન કબજે લીધા બાદ થોડા સમય પછી એક વિદેશી મહિલા ફરિયાદ માટે પહોંચી હતી. રશિયન મહિલા લાકોવલેવા લ્યુબોવ રેલ્વે પ્રોટેક્શન ફોર્સની પોસ્ટ પર આવી પહોંચ્યા હતા. અને પોતાનો સામાન ટ્રેનમાં રહી ગયો હોવાની ફરિયાદ કરી હતી. આરપીએફની ટીમે તેમની મુસાફરી ટિકિટ અને પાસપોર્ટની સંપૂર્ણ ચકાસણી કરી હતી. દસ્તાવેજો સાચા જણાતા, મહિલાને તેમનો તમામ સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. લેપટોપ સહિતનો કિંમતી સામાન હતો આરપીએફ દ્વારા પરત કરવામાં આવેલા સામાનમાં 3 નંગ લેપટોપ, 4 નંગ લગેજ બેગ, 2 નંગ ડોગ કાર્ટન બોક્સનો સમાવેશ થતો હતો. જેની અંદાજે કિંમત 3.60 લાખ જેટલી થતી હતી. પોલીસે પોતાની સતર્કતાથી આ સામાન બચાવી લીધો હતો અને તેના મૂળ માલિક સુધી પહોંચાડ્યો હતો. વિદેશી મહિલા મુસાફરે આભાર વ્યક્ત કર્યો પોતાનો કિંમતી સામાન અને મહત્વના દસ્તાવેજો પરત મળતા રશિયન પ્રવાસી ભાવુક થઈ ગયા હતા. તેમણે વડોદરા આરપીએફ ટીમની ત્વરિત કામગીરી અને પ્રામાણિકતાની પ્રશંસા કરતા હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વડોદરા રેલવે વિભાગની આ કામગીરીથી મુસાફરોમાં રેલવે પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ઓપરેશન અમાનત દ્વારા રેલવે સુરક્ષા દળ સતત મુસાફરોની સેવા અને સુરક્ષા માટે કાર્યરત છે, જેનું આ એક જીવંત ઉદાહરણ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી ધોલેરા 40 મિનિટમાં પહોંચાશે:ઉદ્યોગો, રોકાણકારો અને વેપાર માટે ગેમચેન્જર સાબિત થશે; 20,665 કરોડના સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી
    Next Article
    ખેત પેદાશોને જંતુનાશક અવશેષોથી મુક્ત રાખવા ખેડૂતોને અપીલ:છંટકાવ-કાપણી વચ્ચે 'વેઈટીંગ પીરીયડ' જાળવવા ખેતીવાડી અધિકારીનો અનુરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment