Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગટરમાં ઝેરી ગેસથી મૃત્યુ અટકાવવા તૈયાર 'સ્વચ્છત્ર':ખેડૂતોની મહેનત ઘટાડશે રોબોટ, બિલિંગની લાઈનોમાંથી મુક્તિ માટે 'સ્માર્ટ ટ્રોલી'; ભાવનગરમાં ROBOFESTમાં ચમક્યા યુવાનોના આઈડિયા

    23 hours ago

    ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ‘ગુજકોસ્ટ’ દ્વારા ભાવનગરના રીજનલ સાયન્સ સેન્ટર ખાતે ‘ROBOFEST-GUJARAT 6.0’ અંતર્ગત 36 કલાકની નેશનલ લેવલ હેકાથોન યોજાઈ છે. 6 ઓક્ટોબરથી શરૂ થયેલો આ કાર્યક્રમ 9 ઓક્ટોબરના રોજ સાંજે 4 કલાકે પારિતોષિક વિતરણ સાથે પૂર્ણ થશે. સમગ્ર દેશમાંથી નોંધાયેલી 480 ટીમમાંથી મૂલ્યાંકન બાદ આખરી ૫૨ ઉત્કૃષ્ટ ટીમો પસંદ કરવામાં આવી છે. આ સુપર-૫૨ ટીમમાં ગુજરાતના 9 જિલ્લાની 37 ટીમો અને દેશના અન્ય 6 રાજ્યો (મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ)ની 15 ટીમનો સમાવેશ થાય છે. અહીં યુવા વૈજ્ઞાનિકો નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ પોતાના વિચારને કાર્યરત રોબોટિક્સ અને AI સોલ્યુશન્સમાં રૂપાંતરિત કરી રહ્યા છે. ચંડીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું 'સ્વચ્છત્ર' ડિવાઈસ ભારતમાં સેપ્ટિક ટેન્ક અને ગટર (સીવેજ)ની સફાઈ દરમિયાન ઝેરી ગેસના કારણે દર વર્ષે અંદાજે હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે આ ગંભીર અને જીવલેણ સમસ્યાના ઉકેલ માટે ચંડીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 'સ્વચ્છત્ર' (Swachattra) નામનું એક આધુનિક અને આર્થિક રીતે પરવડે તેવું ઉપકરણ બનાવ્યું છે. આ પ્રોજેક્ટ અંગે વિગતો આપતાં ટીમ મેમ્બર અનન્યાએ જણાવ્યું હતું કે, તેમના એક સાથીદારે સ્થાનિક વિસ્તારમાં એક દુઃખદ ઘટના જોઈ હતી. જેમાં સેપ્ટિક ટેન્કની સ્થિતિથી અજાણ હોવાને કારણે એક સફાઈ કામદાર ટેન્કમાં ઉતર્યો અને તેનું મૃત્યુ થયું, તેમજ તેને બચાવવા ગયેલા બીજા વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો હતો. આ હૃદયસ્પર્શી ઘટના બાદ તેમણે આ ઉપકરણ બનાવવાનો નિર્ણય લીધો હતો, 'સ્વચ્છત્ર' ઉપકરણમાં ગટરમાં રહેલા ખતરનાક વાયુઓની ઓળખ માટે વિશેષ સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 'સ્વચ્છત્ર’ ડિવાઈસની ખાસિયતો ઓટોનોમસ એગ્રીકલ્ચર બોટ આ પ્રોજેક્ટ અંગે છત્તીસગઢની શુભી શુક્લાએ કહ્યું હતું કે, અમે રાયપુર સ્થિત 'શ્રી શંકરાચાર્ય ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્રોફેશનલ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી' ના વિદ્યાર્થીઓ છીએ. અમે અહીં 'ગુજરાત રોબોફેસ્ટ'માં ભાગ લઈ રહ્યા છીએ અને ખેતી માટે ઉપયોગી 'ઓટોનોમસ એગ્રીકલ્ચર બોટ' (સ્વચાલિત ખેતી રોબોટ) તૈયાર કરી રહ્યા છીએ. ખેડૂતોએ અત્યાર સુધી જાતે મહેનત કરીને (હાથથી) કરવું પડતું હતું, તે હવે આ મશીનની મદદથી ખૂબ જ સરળતાથી થઈ શકશે. આનાથી ખેડૂતોની શારીરિક મહેનત અને શ્રમ ઘટશે, જેના કારણે તેઓ ભવિષ્યનું વધુ સારું આયોજન કરી શકશે અને પાકની ગુણવત્તા કેવી રીતે સુધારવી તે અંગે વિચારવા માટે પુરતો સમય મેળવી શકશે. ઓટોનોમસ એગ્રીકલ્ચર બોટ 1. બીજ વાવવા માટે જમીન તૈયાર કરવી. 2.યોગ્ય અંતરે અને યોગ્ય જગ્યાએ બીજ વાવવા. 3. ખાતર આપવાની પ્રક્રિયા સ્વચાલિત પૂર્ણ કરવી. 4. નકામું ઘાસ અને નીંદણ દૂર કરવું. (આગામી ફીચર) પાણીમાં ડૂબતી વ્યક્તિને બચવવા 'વોટર રેસ્ક્યૂ ડ્રોન' આ પ્રોજેક્ટ અંગે ઝીનલએ જણાવ્યું હતું કે, અમે આણંદ વિદ્યાનગરની જી સેટ (GCET) કોલેજથી આવ્યા છીએ અને અમારી ટીમનું નામ 'ટીમ નીર કવચ' છે, અમારો આજનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કટોકટી કે આપાતકાલીન પરિસ્થિતિ (Emergency Situation)માં જ્યારે પણ કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબતી હોય, ત્યારે તેને અમારા 'વોટર રેસ્ક્યૂ ડ્રોન' (Water Rescue Drone) ની મદદથી બચાવી શકાય. ‘વોટર રેસ્ક્યૂ ડ્રોન’ની ખાસિયતો મોલમાં પેમેન્ટ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી આ પ્રોજેક્ટ અંગે આશુતોષ એમ. ભટ્ટએ જણાવ્યું હતું કે, હું સરકારી પોલિટેકનીક, જામનગરના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં વિભાગીય વડા તરીકે ફરજ બજાવું છું, આ પ્રોજેક્ટનો હેતુ અમે લોકોનો શોપિંગ અનુભવ અત્યંત સરળ, ઝડપી અને સુગમ બનાવવા માટે એક 'સ્માર્ટ ટ્રોલી' તૈયાર કરી છે. આ ટ્રોલીના ઉપયોગથી ગ્રાહકોને બિલિંગ કાઉન્ટર કે પેમેન્ટ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી રહેતી અને તમામ વ્યવસ્થા 'ઓન હેન્ડ' મળી જતાં શોપિંગ અત્યંત સરળ અને આરામદાયક બની જાય છે. ‘સ્માર્ટ ટ્રોલી’ના મુખ્ય ફીચર્સ
    Click here to Read More
    Previous Article
    સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીનું વિરોધ પ્રદર્શન:આજે ફરી જંતર-મંતર પહોંચી શકે છે; મમતા પણ હાજર રહેશે; ECEની સુરક્ષા વધારાઈ
    Next Article
    Opinion: Opinion | Autonomous Wingmen Could Be The Answer To Indian Air Force's Squeeze

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment