Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ROB અને પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટોમાં ગેરવહીવટ થયાનો CAG રિપોર્ટમાં ખુલાસો:જમીન વિલંબ અને મંજૂરી વગરના કામોથી 28 કરોડથી વધુનો ફટકો

    2 days ago

    ભારતના નિયંત્રક અને મહાલેખા નિરીક્ષક (CAG)ના તાજેતરના રિપોર્ટમાં ગુજરાતના રોડ અને મકાન વિભાગ (RB) તેમજ પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટોમાં ગંભીર ગેરવહીવટ અને ગેરયોજનાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જમીન સંપાદનમાં વિલંબ અને જરૂરી મંજૂરી વગર કામ શરૂ કરવાના કારણે એક તરફ ₹15.22 કરોડનો વધારાનો ખર્ચ થયો છે, તો બીજી તરફ પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટોમાં કુલ ₹13.08 કરોડનો ફટકો લાગ્યો છે. રિપોર્ટ અનુસાર કામ શરૂ કરતા પહેલા જમીન ઉપલબ્ધ ન હોવા, વિભાગો વચ્ચે સંકલનના અભાવ અને નિયમોના ભંગને કારણે અનેક પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ શક્યા નથી, જેના પરિણામે જાહેર નાણાંનો મોટાપાયે બગાડ થયો છે. રોડ અને મકાન વિભાગના મામલે CAGએ નોંધ્યું છે કે, જમીન સંપાદનની પ્રક્રિયામાં ભારે વિલંબ થતા કેટલાક પ્રોજેક્ટમાં 44 મહિનાનો વિલંબ નોંધાયો હતો. વિભાગ દ્વારા કામ શરૂ કરતા પહેલા જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી, જેના કારણે અનેક પ્રોજેક્ટમાં વારંવાર સમયમર્યાદા વધારવી પડી અને ઠેકેદારોને વધારાની રકમ ચૂકવવી પડી. ખાસ કરીને 13 રેલવે ઓવરબ્રિજ (ROB) પ્રોજેક્ટ્સમાં ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાંથી 11 પ્રોજેક્ટ્સમાં ₹229.27 કરોડના અંદાજ સામે ₹275.37 કરોડ ખર્ચાયા છે અને હજુ 6 પ્રોજેક્ટ્સ અધૂરા છે. વિલંબના કારણે મટિરિયલના ભાવમાં વધારો થયો અને સરકારને વધારે ચુકવણી કરવી પડી. નક્કી થયેલા 28 હજાર કરતાં 60 હજારની વધુ ચૂકવણી ખર્ચમાં પણ મોટો વધારો નોંધાયો છે. એક કેસમાં જમીન સંપાદન વિલંબથી ₹14.30 કરોડનો વધારાનો ખર્ચ થયો હતો, જ્યારે બીજા કેસમાં ₹91.94 લાખનો વધારાનો બોજો આવ્યો હતો. એક કામમાં દર ₹28,160 પ્રતિ ટન નક્કી હોવા છતાં વધીને ₹60,000થી વધુ ચુકવણી કરવી પડી હતી. IOCLના ભાવ આધારે ₹1.14 કરોડ જેટલો વધારાનો ખર્ચ નોંધાયો હતો. વધુમાં, તોડી પાડવામાં આવેલી સામગ્રી માટે ઠેકેદારો પાસેથી વસૂલવાની ₹1.07 કરોડની રકમ વસૂલવામાં આવી નહોતી, જેના કારણે સરકારને સીધું નાણાકીય નુકસાન થયું છે. મંજૂરી લીધા વગર જ પ્રોજેક્ટના કામો શરૂ કરવામાં આવ્યા બીજી તરફ પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટોમાં પણ ગંભીર બેદરકારી સામે આવી છે. CAG રિપોર્ટ મુજબ જમીન સંબંધિત જરૂરી માહિતી અને કાયદેસરની મંજૂરી લીધા વગર જ પ્રોજેક્ટના કામો શરૂ કરવામાં આવ્યા હતાં, જેના કારણે બાદમાં કામ બંધ કરવું પડ્યું અને સરકારને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. આ ગેરવહીવટના કારણે કુલ ₹7.81 કરોડનું સીધું નુકસાન થયું છે, જ્યારે ₹5.27 કરોડનો વધારાનો ખર્ચ નોંધાયો છે અને કુલ અસર ₹13.08 કરોડ સુધી પહોંચી છે. કામ વચ્ચે જ અટકી જતા ₹6.37 કરોડનો ખર્ચ વેડફાયો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ હાઉસિંગ માટે શરૂ કરાયેલ પ્રોજેક્ટમાં જમીન માલિકી અંગે સ્પષ્ટતા નહોતી. બાદમાં જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાનું બહાર આવતા કામ બંધ કરવું પડ્યું અને પરિણામે ₹1.44 કરોડનો વ્યર્થ ખર્ચ થયો હતો. વડોદરાના પ્રતાપનગરમાં પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ માટેનો પ્રોજેક્ટ પણ જરૂરી પરવાનગી વગર શરૂ થયો હતો. આ વિસ્તાર સંરક્ષિત ઝોનમાં આવતો હોવાથી ASIની મંજૂરી લેવી ફરજિયાત હતી, જે લેવામાં આવી નહોતી, જેના કારણે કામ વચ્ચે જ અટકી જતા ₹6.37 કરોડનો ખર્ચ વેડફાયો હતો. અમદાવાદના હાંસોલ વિસ્તારમાં શરૂ કરાયેલા પોલીસ ક્વાર્ટર્સ પ્રોજેક્ટમાં શરૂઆતમાં ₹15.59 કરોડનો અંદાજ હતો, પરંતુ બાદમાં જમીન વિવાદ અને ડિઝાઇનમાં ફેરફારના કારણે ખર્ચ ₹16.21 કરોડ સુધી પહોંચ્યો અને વધારાના ₹5.27 કરોડનો બોજ આવ્યો હતો. નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું CAGએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ ટકોર કરી છે કે, કામ શરૂ કરતા પહેલા જમીન સંપાદનનું કામ પૂર્ણ કરવું, જમીનની માલિકીની પુષ્ટિ કરવી અને તમામ જરૂરી મંજૂરી મેળવવી ફરજિયાત છે. તેમ છતાં આ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. વિભાગો વચ્ચે સંકલનનો અભાવ અને આયોજનમાં ખામીના કારણે જાહેર નાણાંનો બગાડ થયો હોવાનું પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જનતાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે આ સમગ્ર મામલો સ્પષ્ટ દર્શાવે છે કે બેદરકારી, ગેરયોજનાઓ અને નિયમોના ભંગને કારણે જનતાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. હવે સરકાર જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરે છે અને ભવિષ્યમાં આવી ભૂલો ટાળવા માટે શું પગલાં લે છે તે જોવું મહત્વપૂર્ણ બનશે.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે 70 લાખની ઠગાઈ:ગઠિયાઓએ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાનું કહીને 36 દિવસમાં રૂપિયા પડાવ્યા
    Next Article
    "Let Them Watch, Let Them Talk": Ajinkya Rahane On His Resurgence In T20 Cricket

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment