Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે 70 લાખની ઠગાઈ:ગઠિયાઓએ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાનું કહીને 36 દિવસમાં રૂપિયા પડાવ્યા

    2 days ago

    અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ ડોક્ટરને ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરવાનું કહીને વધુ વળતરની લાલચ આપી હતી. ડોક્ટરે ટુકડે ટુકડે 36 દિવસમાં 70.65 લાખનું રોકાણ કર્યું હતું. જેમાંથી માત્ર 1.12 લાખ રૂપિયા પરત આપ્યા હતા, બાકીના 69.53 લાખ પરત ન આપતા ડોક્ટરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. લિંક ઓપન કરીને યુવતીએ રોકાણ કરવાનું કહીને ફસાવ્યા મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાન અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 39 વર્ષીય ડોક્ટરે ટેલીગ્રામ મારફતે ટ્રેડિંગ માટેની લિંક ઓપન કરી હતી. આ લિંકમા આધારકાર્ડ, પાનકાર્ડ સહિતની વિગતોથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ડોક્ટરને ટેલીગ્રામ મારફતે અજાણી વ્યક્તિએ અલગ અલગ લિંક પણ મોકલી હતી. આ લિંક પણ ઓપન કરીને ડોક્ટરને સંજના નામની યુવતીએ રોકાણ કરવાનું કહેતા ડોક્ટરે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. ડોક્ટરને રોકાણનો નફો પણ વેબસાઈટમાં બતાવતા હતા. ડોક્ટર સાથે 70 લાખની ઠગાઈ, ફરિયાદ નોંધાઈ ડોક્ટરે 27 જૂનથી 16 જુલાઈ સુધી 17.65 લાખ અને 17 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી 53 લાખનું રોકાણ કર્યું હતું. 70.65 લાખના રોકાણની સામે 2.35 લાખ ડોલર નફો બતાવતા હતાં. ડોક્ટરે 27285 રૂપિયા અને 85000 રૂપિયા ઉપાડ્યા હતા જે બાદ વધુ રકમ ઉપાડવા જતા ટેક્ષ ભરવા જણાવ્યું હતું. જેથી ડોક્ટર સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. ડોક્ટરે સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Miss World 2026: Expected date, time (IST), venue, host, other details – what we know so far
    Next Article
    ROB અને પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટોમાં ગેરવહીવટ થયાનો CAG રિપોર્ટમાં ખુલાસો:જમીન વિલંબ અને મંજૂરી વગરના કામોથી 28 કરોડથી વધુનો ફટકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment