Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RMU બોક્સમાંથી બેટરીઓ ગાયબ થતાં ઓનલાઈન ઓટો ઓપરેટિંગ સિસ્ટમ ખોરવાઈ:UGVCLના વિવિધ વિસ્તારોમાંથી 3.30 લાખની 60 બેટરીઓની ચોરી, 30 સ્થળોએ ચોરીને અંજામ આપ્યો

    14 hours ago

    મહેસાણા શહેરમાં વીજ વિતરણ કરતી કંપની ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) ની સબ-ડિવિઝનલ સિસ્ટમને લક્ષ્ય બનાવીને અજાણ્યા ચોરોએ મોટા પાયે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અલગ-અલગ વિસ્તારોમાં મુકેલા RMU (રિંગ મેઈન યુનિટ) બોક્સમાંથી લાખો રૂપિયાની મત્તા ધરાવતી કુલ 60 બેટરીઓની ચોરી થઈ હોવાનો ખુલાસો થયો છે. આ અંગે UGVCL ના અધિકારીઓ દ્વારા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદો નોંધાવવામાં આવી છે. પ્રથમ કિસ્સો: ઈન્ડસ્ટ્રીયલ પેટા વિભાગમાંથી 16 બેટરીઓ ચોરાઈ UGVCL મહેસાણા વિભાગ-2 ના ઈન્ડસ્ટ્રીયલ પેટા વિભાગમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા કિરણકુમાર ગોવિંદભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 27 જુલાઈ 2026 ના રોજ ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ કે. એમ. પટેલે જાણ કરી હતી કે RDSS સ્કીમ અંતર્ગત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઓનલાઈન ઓપરેટિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. અધિકારીઓએ સ્થળ પર ચકાસણી કરતાં અંબિકા ફીડર હેઠળના મહેસાણા જી.આઈ.ડીસી, વિક્રમ નગર સોસાયટી, વિજય લક્ષ્મી સોસાયટી, નાગલપુર પ્રાથમિક શાળા, નવરંગ બંગ્લોઝ, ગોકુલ રેસીડેન્સી, નાગલપુર પોલીસ ચોકી અને જય અંબે માવા ભંડાર ખાતેના 8 RMU બોક્સમાંથી કુલ 16 નંગ બેટરીઓ (કિંમત રૂ. 88,000) ચોરાઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. બીજો કિસ્સો: હાઈવે સબડિવિઝન હેઠળ 22 સ્થળોએથી 44 બેટરીઓની સફાઈ બીજી ફરિયાદ UGVCL હાઈવે વિભાગના નાયબ ઈજનેર વિરલકુમાર ઓમપ્રકાશ જાની દ્વારા નોંધાવવામાં આવી છે. ગત તા. 25 જુલાઈ 2026 ના રોજ ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ એમ.ડી. પટેલ અને લાઈનમેન ચેતન પટેલે સિસ્ટમ બંધ હોવાની જાણ કર્યા બાદ તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન નાગલપુર, સર્કિટ હાઉસ, જીડીસીએલ, ગાયત્રી, સર્વોદય, કોલેજ અને હબટાઉન ફીડરો હેઠળ આવતા કેશવ પાર્ટી પ્લોટ, પશાભાઈ પેટ્રોલ પંપ, નાગલપુર ચાર રસ્તા, દૂધસાગર ડેરી કોર્નર, ઓલ્ડ જજ બંગલોઝ સહિતના 22 જેટલા સ્થળોએથી 44 નંગ બેટરીઓ (કિંમત રૂ. 2,42,000) ગાયબ માલૂમ પડી હતી. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા બંને બનાવોમાં અજાણ્યા ચોરો દ્વારા RMU બોક્સ તોડીને બેટરીઓ ચોરી લેવાતાં ઓનલાઈન ઓટો ઓપરેટિંગ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. UGVCL ના કાર્યપાલક ઈજનેર એમ.આર. પરમારની સૂચનાથી મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે કુલ 3,30,000 ની મત્તાની 60 બેટરીઓની ચોરી અંગે ગુના નોંધીને પોલીસે અજાણ્યા ચોરોને ઝડપી પાડવા સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડનું પુનરાવર્તન રોકવા આપનું અલ્ટીમેટમ:મહેશ અણઘડે ગેરકાયદે પ્રિ-સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ બંધ કરાવવા મેયરને પત્ર લખ્યો
    Next Article
    UP Woman, Husband Strangle Lover Using Saree, Bury Body In The House

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment