Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડનું પુનરાવર્તન રોકવા આપનું અલ્ટીમેટમ:મહેશ અણઘડે ગેરકાયદે પ્રિ-સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ બંધ કરાવવા મેયરને પત્ર લખ્યો

    14 hours ago

    સુરત શહેરમાં ગેરકાયદેસર ઇમારતો અને રહેણાંક મકાનોમાં ફાયર સેફ્ટીની પૂરતી સુવિધાઓ વગર ધમધમતી પ્રિ-સ્કૂલ, શાળાઓ અને કોચિંગ ક્લાસીસ સામે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણે મોરચો માંડ્યો છે. તેમણે આ મામલે સુરતના મેયરને એક લેખિત પત્ર પાઠવીને ગેરકાયદે સંકુલો તાત્કાલિક બંધ કરાવવા કડક માંગ કરી છે. શહેરના અનેક ટ્યુશન ક્લાસીસમાં ઈમરજન્સી બહાર નીકળવા માટે પૂરતી જગ્યા કે યોગ્ય રસ્તાઓ પણ ઉપલબ્ધ નથી તેવા ગંભીર આક્ષેપો સાથે તેમણે સ્થાનિક શાસકો સામે આકરા સવાલો ઊભા કર્યા છે. આપના પ્રદેશ સંગઠન મંત્રીએ પત્ર લખી ચિંતા વ્યકત કરી પૂર્વ કોર્પોરેટર અને આપના પ્રદેશ સંગઠન મંત્રી મહેશ અણઘણે પોતાના પત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, સુરતમાં મોટા પ્રમાણમાં પ્રિ-સ્કૂલ, શાળાઓ અને કોચિંગ ક્લાસીસ ચાલી રહ્યા છે, પરંતુ તેમાંથી મોટા ભાગની જગ્યાઓએ ફાયર સેફ્ટીના નામે શૂન્યાવકાશ જેવી સ્થિતિ છે. ગેરકાયદેસર ઇમારતો અને રહેણાંક વિસ્તારના ઘર-મકાનોમાં ઉપરના માળ પર નિયમોને નેવે મૂકીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. અનેક જગ્યાઓએ બીજા કે ત્રીજા માળે જવા માટે માત્ર બે ફૂટ પહોળાઈના સાંકડા દાદર (સીડી) સિવાય અવરજવરનો અન્ય કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં જો અકસ્માતે આગ લાગે તો માસૂમ બાળકો માટે બહાર નીકળવું અશક્ય બની જાય તેમ છે. તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન રોકવા માગ ભૂતકાળની ગોઝારી ઘટનાઓની યાદ અપાવતા મહેશ અણઘણે જણાવ્યું હતું કે, સુરતે ભૂતકાળમાં તક્ષશિલા અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના ભોગવી છે, જેમાં 22 જેટલા અબોલ અને નિર્દોષ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત પણ રાજ્યમાં અનેક જગ્યાએ અગ્નિ દુર્ઘટનાઓમાં નિર્દોષ બાળકો મોતને ભેટ્યા છે. આટલી મોટી હોનારતો સર્જાયા પછી પણ તંત્ર અને ભાજપ શાસકો દાદર અને ફાયર સિસ્ટમ અંગે આંખ આડા કાન કરી રહ્યા છે. શાસકો પર સણસણતા પ્રહારો કરતા તેમણે સવાલ કર્યો હતો કે, શું ભાજપ સરકાર હજી પણ વધુ બાળકોને મોતના મુખમાં ધકેલવા માંગે છે? શું ફરીથી સુરતમાં તક્ષશિલા જેવા અગ્નિકાંડની રાહ જોવાઈ રહી છે? તેમણે શાસકોને આકરા શબ્દોમાં ટકોર કરતા ઉમેર્યું કે, ક્યાં સુધી સત્તામાં બેઠેલા લોકો આવા મોતના ખેલ સામે મૌન પ્રેક્ષક બનીને રહેશે? શાસકો પોતાની નૈતિક જવાબદારી ક્યારે સ્વીકારશે? મેયરને સંબોધીને તેમણે તીખો પ્રશ્ન કર્યો હતો કે, તમે શહેરના બાળકોના તારણહાર બનવા માંગો છો કે પછી મોતના સોદાગર? જો શાસકો ખરેખર બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે ચિંતિત હોય તો તેમણે કાગળ પરની કવાયત છોડીને જમીન પર કડક પગલાં ભરવા પડશે. પત્રના અંતે મહેશ અણઘણે મેયરને અલ્ટીમેટમ આપતા માંગ કરી છે કે, આગામી 10 દિવસની અંદર સુરત શહેરના તમામ ઝોનમાં સઘન તપાસ ઝુંબેશ ચલાવવામાં આવે. ફાયર સેફ્ટી વગરના, ગેરકાયદેસર બાંધકામ ધરાવતા તેમજ રહેણાંક વિસ્તારોના મકાનોમાં ચાલતા શૈક્ષણિક સંકુલોને આઈડેન્ટીફાઈ કરવામાં આવે અને તેમને તુરંત જ બંધ કરાવીને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત થતાં અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    પાટણના પિંઢારપુરા ગામમાં આંબાનું વૃક્ષારોપણ:પર્યાવરણ જતન અને મંદિરની આવક માટે ગ્રામજનોનો સંકલ્પ, આવનારી પેઢીને શુદ્ધ ઓક્સિજન આપવા હાથ ધરાઈ વિશેષ પહેલ
    Next Article
    RMU બોક્સમાંથી બેટરીઓ ગાયબ થતાં ઓનલાઈન ઓટો ઓપરેટિંગ સિસ્ટમ ખોરવાઈ:UGVCLના વિવિધ વિસ્તારોમાંથી 3.30 લાખની 60 બેટરીઓની ચોરી, 30 સ્થળોએ ચોરીને અંજામ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment