Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RMCના અધિકારીએ રેંકડીધારકની ગળચી પકડી ધક્કો માર્યો, VIDEO:હોસ્પિટલ ચોકનો બનાવ, વીડિયો વાઈરલ થતા તપાસનો આદેશ અપાયો

    6 hours ago

    રાજકોટમાં સતત ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ ચોકમાં એક રેંકડીધારક ટ્રાફિકને નડતરરૂપ ઉભો હોય RMC વિજિલન્સ વિભાગના અધિકારીએ પીત્તો ગુમાવ્યો હતો. રેંકડીધારકને ચેતવણી આપી દૂર કરવાના બદલે ગળચી પકડી ધક્કો માર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા તપાસનો આદેશઆપવામાં આવ્યો છે. વાઈરલ વીડિયોમાં રેંકડીધારક બે હાથ જોડી આજીજી કરતો નજરે પડી રહ્યો છે. રેંકડીધારકે હાથ જોડ્યા, અધિકારીએ ગળચી પકડી ધક્કો માર્યો વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યુનિફોર્મ પહેરેલો વિજીલન્સ અધિકારી ગરીબ રેકડી ધારકની પાસે પહોંચે છે અને કોઈપણ જાતની સભ્યતા રાખ્યા વિના સીધો તેના પર હુમલાવર થઈ જાય છે. અધિકારી રેકડી ધારકની ગરદન-ગળચી પકડીને તેને ધક્કે ચડાવે છે અને આક્રમક અંદાજમાં ધમકાવવા લાગે છે. ગરીબ લારીવાળો હાથ જોડીને સતત માફી માંગતો રહે છે અને વિનંતી કરતો નજરે પડે છે, છતાં અધિકારી પોતાની દાદાગીરી ચાલુ રાખે છે. જાહેર જનતા અને ગ્રાહકોની હાજરીમાં બનેલી આ ઘટનામાં અધિકારી માનવતા ભૂલીને ગરીબ માણસ પર પોતાની શૂરવીરતા દાખવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે. દબાણ હટાવ વિભાગના અધિકારીએ તપાસનો આદેશ આપ્યો આ મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં દબાણ હટાવ વિભાગના અધિકારી કેપ્ટન બારૈયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાનાં માધ્યમથી આ વીડિયો મારા ધ્યાનમાં આવ્યો છે. આખો ઘટના ત્રણેક દિવસ પહેલાનો અને અધિકારીનું નામ વલ્લભભાઈ રાવત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ચોક 24 કલાક ટ્રાફિકથી ધમધતો હોય છે. તેમ છતાં રેકડી ધારકે પણ રસ્તા ઉપર લારી રાખી હતી. જોકે અધિકારી જે રીતે વાત કરી રહ્યા છે તે પણ યોગ્ય લાગતું નથી. ત્યારે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જેની જવાબદારી હશે તેની સામે નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લાલપુર તાલુકા શાળામાં ‘વિકસિત ભારત-2047’ સ્પર્ધા યોજાઈ:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો
    Next Article
    વલસાડમાં ગણેશ ઉત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન:અનાવિલ પરિવાર, મિલર ગ્રુપ અને લાયન્સ ક્લબ દ્વારા માનવસેવાનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment