Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગણેશ ઉત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન:અનાવિલ પરિવાર, મિલર ગ્રુપ અને લાયન્સ ક્લબ દ્વારા માનવસેવાનો સંદેશ

    6 hours ago

    વલસાડમાં ગણેશ ઉત્સવ નિમિત્તે માનવસેવાના સારા હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. અનાવિલ પરિવાર વલસાડ, મિલર ગ્રુપ હાલર અને લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડના સહયોગથી આ સેવા પ્રવૃત્તિ યોજાઈ રહી છે. આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે લોહી મળી રહે તે માટેનો છે. સાથે જ, સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પણ તેનો ઉદ્દેશ છે. આયોજકોએ વધુમાં વધુ લોકોને રક્તદાન કરીને આ સેવા પ્રવૃત્તિમાં જોડાવા વિનંતી કરી છે. આયોજકોએ રક્તદાનને મહાદાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, એક વ્યક્તિનું રક્તદાન કોઈ જરૂરિયાતમંદનું જીવન બચાવવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. ગણેશ ઉત્સવની ઉજવણી સાથે માનવસેવાનો સંદેશ આપતી આ પહેલમાં લોકો ઉત્સાહથી ભાગ લે તેવી આશા છે. રક્તદાન શિબિરનું આયોજન વલસાડના હાલર વિસ્તારમાં આવેલા વશી ફળિયાના અંકુર એપાર્ટમેન્ટ ખાતે કરાયું છે. શિબિર સવારે 9:00 વાગ્યાથી શરૂ થશે. આયોજકોએ વલસાડ શહેર અને આસપાસના નાગરિકોને રક્તદાન કરીને માનવતાના આ સેવા કાર્યમાં ભાગ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    RMCના અધિકારીએ રેંકડીધારકની ગળચી પકડી ધક્કો માર્યો, VIDEO:હોસ્પિટલ ચોકનો બનાવ, વીડિયો વાઈરલ થતા તપાસનો આદેશ અપાયો
    Next Article
    Did Delhi do as told on Modi’s birthday? | Vibe Check with Abhinandan Sekhri

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment