Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાકડા ચોરીનો પીછો કરતા RFO સહિત બેના મોત:સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ગંભીર અકસ્માત

    1 day ago

    તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં વહેલી સવારે એક અત્યંત કરૂણ અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જંગલ સંપત્તિનું રક્ષણ કરતા વન વિભાગના RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અને અન્ય એક યુવકે લાકડા ચોરી કરી ભાગી રહેલા માફિયાઓનો પીછો કરતી વખતે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક સર્જાયેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં વન વિભાગના RFO વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રહીશ રેહાન ગામીતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. લાકડા ચોરીની બાતમી મળતા વન વિભાગ એક્શનમાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર, તાપ્તી રેન્જના જંગલ વિસ્તારમાંથી કિંમતી લાકડાની ગેરકાયદેસર ચોરી અને હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ માહિતી વન વિભાગને મળી હતી. આ માહિતીના આધારે, ફરજ પર તૈનાત RFO વિકાસ દેસાઈ અત્યંત સતર્ક હતા. વહેલી સવારે આશરે 4:00 થી 5: 00 વાગ્યાના સુમારે ઉકાઈ તરફથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ગાડીને રોકવા માટે વન વિભાગની ટીમે પ્રયાસ કર્યો હતો. પૂરઝડપે ભાગતી ગાડીનો પીછો કરતા સર્જાયો કાળમુખો અકસ્માત વન વિભાગની ટીમને જોઈને શંકાસ્પદ ગાડીના ચાલકે વાહન ઊભું રાખવાને બદલે પૂરઝડપે હંકારી મૂક્યું હતું. વન વિભાગના RFO વિકાસ દેસાઈ અને તેમની ટીમે સમયસૂચકતા વાપરીને આ લાકડા ચોરોની ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. બંને વાહનો પૂરઝડપે સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક પહોંચ્યા ત્યારે અચાનક પીછો કરી રહેલી ગાડી અને લાકડા ભરેલી શંકાસ્પદ ગાડી ત્યાં ઊભેલા એક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર ત્રિપલ અકસ્માતમાં ગાડીઓમાં સવાર RFO વિકાસ દેસાઈ અને રેહાન ગામીતને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ નિધન થયું હતું. પોલીસ કાફલો ઘટનાસ્થળે, વન વિભાગમાં ભારે ગમગીની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે અકસ્માતગ્રસ્ત શંકાસ્પદ વાહનમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને કાયદેસરની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક નિષ્ઠાવાન RFO અને સહયોગી યુવકના અકાળે અવસાનથી વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સમગ્ર તાપી જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ઘુમાની એક સોસાયટીમાં દીપડો ઘૂસ્યો, CCTV:વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમે શોધખોળ શરૂ કરી, લોકોમાં ભયનો માહોલ
    Next Article
    "सरकार डराने की कोशिश कर रही..." Jantar Mantar पहुंचे छात्रों ने Sonam Wanchuk को लेकर क्या कहा?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment