Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી-દલખાણીયા રેન્જમાંથી સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:સ્થાનિક રેન્જ ફોરેસ્ટર અધિકારી સામે સવાલ; કલાકો પછી પહોંચી RFOની ટીમ

    6 days ago

    અમરેલીની દલખાણીયા રેન્જના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં વનવિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રેન્જ ફોરેસ્ટ અધિકારી (RFO)ની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સિંહના મોતની માહિતી મળ્યાના કલાકો બાદ RFO અને વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગે મોડા-મોડા પહોંચીને સિંહના મૃતદેહનો કબજો લીધો હતો અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેને પોસ્ટમોર્ટમ અર્થે એનિમલ કેર સેન્ટર ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ગીર પૂર્વ ડિવિઝનના જસાધાર સહિતના વિસ્તારોમાં અગાઉ પણ અનેક સિંહોના શંકાસ્પદ મોત થઈ ચૂક્યા છે, જેમાં વધુ એક કિસ્સો ઉમેરાતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ છે. આશ્ચર્યની વાત એ છે કે, અગાઉ થયેલા સિંહોના મોતના એક મહિના બાદ પણ સરકાર અથવા વનવિભાગ દ્વારા તેનો કોઈ સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. આ પ્રકારની બેદરકારી અને વનવિભાગની ઢીલી કામગીરીને કારણે એશિયાટીક સિંહોની સુરક્ષા સામે ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. 24 થી 48 કલાકમાં આવી જતો રિપોર્ટ 10 દિવસથી પેન્ડિંગ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક 16મી તારીખની રાત્રે સિંહના હુમલામાં પ્રકાશ ચંદ્ર નામના વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા ચાર શંકાસ્પદ સિંહનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માનવભક્ષી સિંહની ઓળખ કરવા માટે ચારેય સિંહના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સાસણ ખાતે મોકલવામાં આવ્યા છે. સામાન્ય રીતે આવા રિપોર્ટ 24 થી 48 કલાકમાં આવી જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં છ દિવસ વીતી ગયા હોવા છતાં રિપોર્ટ હજુ સુધી જાહેર થયો નથી. રિપોર્ટ બાદ જ માનવભક્ષી સિંહ કોણ છે તે નક્કી થશે વન વિભાગના જણાવ્યા અનુસાર, રિપોર્ટ આવ્યા બાદ જ માનવભક્ષી સિંહ કોણ છે તે નક્કી થશે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. માનવભક્ષી સિંહને સક્કરબાગ ઝૂ ખાતે રાખવામાં આવે છે. જાણો શું સજા મળે છે માનવભક્ષી સિંહોને જો કોઈ સિંહ માણસ પર હુમલો કરીને તેનું મોત નીપજાવે અને તેનું માંસ આરોગે, તો તેને સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવે છે. મોટાભાગે તેમને પાંચ વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવે છે. ફરજ પરના ડોકટરો તેમના વર્તનનું નિરીક્ષણ કરે છે. જો સિંહનું વર્તન સુધરે અને શાંત સ્વભાવનો બને, તો તેને અમુક વર્ષો પછી માનવ વસાહતથી દૂર અથવા એનિમલ પાર્ક જેવા વિસ્તારમાં ખસેડવામાં આવે છે. જોકે, કેટલાક વન્યપ્રાણીઓનું વર્તન સુધરતું નથી, તો તેમને આજીવન ઝૂમાં જ રાખવામાં આવે છે. આ રીતે, માનવભક્ષી સિંહો માટે અલગ અલગ સજા નક્કી કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સ્કૂલના વોશરૂમમાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં:અમદાવાદ સાઉથ બોપલની LDR ઇન્ટરનેશનલની ઘટના, કર્મચારી સામે આક્ષેપ; અડપલાં કરનાર સસ્પેન્ડ
    Next Article
    26/11 prosecutor Ujjwal Nikam to fight Pune fort murder case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment