Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલના વોશરૂમમાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં:અમદાવાદ સાઉથ બોપલની LDR ઇન્ટરનેશનલની ઘટના, કર્મચારી સામે આક્ષેપ; અડપલાં કરનાર સસ્પેન્ડ

    6 days ago

    અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી LDR ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચોંકાવનારી ઘટનાં સામે આવી છે. સ્કૂલમાં જ નાના બાળક સાથે એક કર્મચારીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. LDR ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સ્કૂલના જ કર્મચારીઓએ અડપલાં કરતા વાલીઓ રોષે ભરાયા હતા. સ્કૂલમાં જ કર્મચારીએ બાળક સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો વાલીઓએ આક્ષેપ લગાવી સ્કૂલને ફરિયાદ કરી હતી. ત્યારબાદ સ્કૂલ સંચાલકોએ અડપલાં કરનાર સસ્પેન્ડ કર્યો છે અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સ્કૂલના કર્મચારીએ બાળક સાથે વોશરૂમમાં અડપલાં કર્યા અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી LDR ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાઇમેરી વિભાગમાં અભ્યાસ કરતા એક નાના વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં થયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સ્કૂલના જ એક કર્મચારીએ બાળક સાથે વોશરૂમમાં અડપલાં કર્યા હતા. જો કે આ ઘટના બાદ બાળક પણ ડરી ગયો હતો. પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળક સાથે આ ઘટના બનતા તેને ઘરે જઈને તેના માતા પિતાને જાણ કરી હતી. જેથી દીકરા સાથે શારીરિક અડપલાંની ઘટના બનતા જ વાલીમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી તાત્કાલિક પોલીસ પણ સ્કૂલએ પહોંચી ગઈ હતી. સ્કૂલે કર્મચારીને સસ્પેન્ડ કર્યો, મામલો બોપલ પોલીસ સ્ટેશને પહોંચ્યો જેથી તાત્કાલિક વાલી બાળક સાથે સ્કૂલએ પહોંચી ગયા અને સમગ્ર ઘટનાની જાણ સ્કૂલ વહીવટી તંત્રને કરી હતી. નાના બાળક સાથે શારીરિક અડપલાની ઘટનાનો મામલો સામે આવતા સ્કૂલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ઘટનાની ગંભીરતા સમજીને સ્કૂલે કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે. તેમજ વાલીઓની ફરિયાદને ધ્યાનમાં લઇને તાત્કાલિક સ્કૂલે તપાસ શરૂ કરી છે. તેમજ DEO અને DPEOને પણ ઘટનાની જાણ કરી છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 'આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો' LDR ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી પરેશ રાવલે જણાવ્યું હતું કે, પ્રાયમરીના એક દીકરાના વાલીએ આવીને ફરિયાદ કરી હતી કે મારા દીકરા જોડે ટોઇલેટમાં સફાઈ કામદારે શારીરિક અડપલાં કર્યા હોવાની જાણ કરી હતી. જેથી આ પ્રકારનો ગંભીર આક્ષેપ લાગતા તપાસ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો છે તેમજ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. બાળક જોડે ઘટના બની છે કે નથી બની તેની તપાસ શરૂ કરવામાં આવી છે. 'ત્રણ વર્ષથી કામ કરતા હતા અને આધેડ વર્ગના હતા' વધુમાં પરેશ રાવલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી કર્મચારીનું આખું કુટુંબ અમારા ત્યાં કામ કરતું હતું. ત્રણ વર્ષથી કામ કરતા હતા આધેડ વર્ગના હતા અને અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નહોતી જેથી અમે કોઈ શંકા રાખી નહોતી. અચાનક ઘટના બની અને વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવ્યા છે. વાલીએ ગઈકાલે સવારે લેખિત ફરિયાદ કરી હતી જેથી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ઘટનાની DEO અને DPEOને જાણ કરવામાં આવી છે. આ પણ વાંચો દિવ્યાંગ શિક્ષકે 5 બાળકી સાથે શારીરિક અડપલા કર્યાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીંની એક બાલ વાટિકામાં અભ્યાસ કરતી 5 જેટલી બાળકીઓ પર તેના જ શિક્ષકે શારિરીક અડપલાં કર્યાં હતા અને જાતીય સતામણી કરી હતી. જેને પગલે પાટણવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેથી પોલીસે આરોપી દિવ્યાંગ શિક્ષકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    Samsung readies $648 billion bet, report says, as AI boom reshapes South Korea
    Next Article
    અમરેલી-દલખાણીયા રેન્જમાંથી સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:સ્થાનિક રેન્જ ફોરેસ્ટર અધિકારી સામે સવાલ; કલાકો પછી પહોંચી RFOની ટીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment