Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RE-NEET (UG) પરીક્ષા: પંચમહાલમાં પ્રતિબંધાત્મક આદેશનું જાહેરનામું:શાંતિપૂર્ણ પરીક્ષા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

    3 days ago

    પંચમહાલ જિલ્લામાં આગામી RE-NEET (UG) પરીક્ષા-2026 ના સુચારુ સંચાલન માટે પ્રતિબંધાત્મક આદેશનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ખલેલ વગરના વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ પરીક્ષા આગામી તા.21/06/2026 ને રવિવારના રોજ યોજાનાર છે. આ દિવસે સવારના 10:00 કલાકથી સાંજના 18:00 કલાક સુધી જિલ્લાના નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો લાગુ રહેશે. જાહેરનામા અનુસાર, પરીક્ષા કેન્દ્રોની ચારેય દિશાના 100 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓ અને ફરજ પરના અધિકૃત સ્ટાફ સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ પુસ્તકો, કાપલીઓ કે ઝેરોક્ષ નકલો લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા અધિકૃત સાદા કેલ્ક્યુલેટરને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાના હેતુથી, પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં આવેલા તમામ ઝેરોક્ષ કોપીઅર અને ફેક્સ મશીન સંચાલકોએ પરીક્ષાના સમયગાળા દરમિયાન (સવારે 10:00 થી સાંજના 18:00 સુધી) મશીનો સદંતર બંધ રાખવાના રહેશે. ઉપરાંત, પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200મીટરની ત્રિજ્યામાં લાઉડસ્પીકર, ભૂંગળા, બેન્ડવાજા, રેડિયો કે ઘોંઘાટ કરતા અન્ય ઓડિયો પ્લેયર્સ વગાડવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 5 પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રોમાં સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા; સરકારી પોલીટેકનિક કોલેજ, ગોધરા (ગદુકપુર ગામ પાસે); એમ એન્ડ એમ મહેતા હાઈસ્કુલ, ગોધરા; પી.એમશ્રી જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર, કાલોલ; અને પી.એમશ્રી કેન્દ્રીય વિદ્યાલય, ગોધરાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    અસારવા સિવિલમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો, CCTV:દર્દીના પરિવારજનો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે મારામારી, હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો
    Next Article
    Ahead Of NSE IPO, SEBI Warns Investors Against Trading In Unlisted Shares

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment