Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર કોર્ટનો પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં ચુકાદો:12 દોષિત, 11ના મોત, દાઉદ ઈબ્રાહિમ સહિતના સાથે આરોપીઓના સંબંધ ખૂલ્યા; 1993ના મુંબઈ બ્લાસ્ટ સાથે કનેક્શન

    2 days ago

    વર્ષો જૂના અને દેશભરમાં ચર્ચિત પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. 1993ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ સાથે સીધો સંબંધ ધરાવતા આ કેસમાં કોર્ટે કુલ 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદાને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં એક કડક અને સ્પષ્ટ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ કેસ પોરબંદરના ગોસાબારા દરિયા કિનારે ગેરકાયદેસર રીતે ઉતારવામાં આવેલા RDX અને હથિયારોના જથ્થા સાથે સંકળાયેલો છે. તપાસ મુજબ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા મોકલવામાં આવેલી વિસ્ફોટક સામગ્રી આ માર્ગે જ ભારતમાં પ્રવેશી હતી. આ જ RDXનો ઉપયોગ બાદમાં મુંબઈમાં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હતો. ન્યાયિક પ્રક્રિયાના મુખ્ય આંકડા લાંબી કાનૂની લડત અને મજબૂત પુરાવાઓના આધારે કોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે. કેસની વિગતવાર વિગતો: કુલ નોંધાયેલા આરોપીઓ: 46 કેસ દરમિયાન મૃત્યુ પામેલા આરોપીઓ: 11 પુરાવાના અભાવે ડિસ્ચાર્જ થયેલા આરોપીઓ: 06 સુનાવણીનો સામનો કરનાર આરોપીઓ: 29 દોષિત ઠેરવવામાં આવેલા આરોપીઓ: 12 આતંકવાદ સામે કડક સંદેશ કેસની સુનાવણી દરમિયાન 29 આરોપીઓ સામે લાંબા સમય સુધી કાનૂની કાર્યવાહી ચાલી હતી. અંતિમ તબક્કે 15 આરોપીઓ સામે ચુકાદો આવવાનો હતો, જેમાંથી કોર્ટે 12ને તકસીરવાન ઠેરવ્યા છે. આ કેસમાં દાઉદ ઈબ્રાહિમ અને અન્ય મુખ્ય સૂત્રધારો સામે મજબૂત કડીઓ મળી હતી. આ ઐતિહાસિક ચુકાદાથી જામનગર અને સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ અને કાયદાકીય વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. દાયકાઓ જૂના આ કેસમાં ન્યાય મળતા આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તત્વો માટે આ એક મોટો લપડાક સમાન છે.
    Click here to Read More
    Previous Article
    5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો, 10 મોમેન્ટ્સ:BJPએ ઝાલમુરી વહેંચી ઉજવણી કરી, TMC ઓફિસ બહાર સન્નાટો; ચેન્નઈમાં વિજયના આખા પરિવારે સીટી વગાડી
    Next Article
    ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું સૌથી ઓછું 87.10% પરિણામ:સાયન્સનું 82.86% રિઝલ્ટ, ધાર્યા કરતા સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રડી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment