Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું સૌથી ઓછું 87.10% પરિણામ:સાયન્સનું 82.86% રિઝલ્ટ, ધાર્યા કરતા સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રડી પડ્યા

    5 days ago

    ગુજરાત બોર્ડ દ્વારા ધો. 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. ધો. 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ આવ્યું છે. ધો. 12માં કુલ 6.20 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદ શહેરનું વિજ્ઞાન પ્રવાહનું 82.86% પરિણામ આવ્યું છે તો સામાન્ય પ્રવાહનું 87.10% પરિણામ આવ્યું છે. અમદાવાદ ગ્રામ્યમાં વિજ્ઞાન પ્રવાહનું 86.55% અને સામાન્ય પ્રવાહનું 90.56% પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. સાયન્સમાં 111 વિદ્યાર્થીઓ તો સામાન્ય પ્રવાહમાં 427 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ અમદાવાદ શહેરમાં વિજ્ઞાન પ્રવાહમાં 111 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, તો 775 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. સામાન્ય પ્રવાહમાં 510 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 2795 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં 65 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો તો 672 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો છે. તો સામાન્ય પ્રવાહમાં 427 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 2118 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર ખુશીના આંસુ પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓએ પરિવાર સાથે અને શિક્ષકો સાથે ઉજવણી કરી હતી. ધાર્યા કરતા સારું પરિણામ આવ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર ખુશીના આંસુ જોવા મળ્યા હતા. તો કેટલાક વિદ્યાર્થીઓ તેમના માતા પિતાને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. તેમજ મોઢું મીઠું કરાવીને અને ગરબે રમીને ટેન્શન દૂર કર્યું હતું. 'પપ્પાને A1 ગ્રેડ લાવીશ તેવી વિશ્વાસ આપ્યો હતો' રડતા રડતા ચૌહાણ ધ્રુવીએ જણાવ્યું હતું કે, 700માંથી 651 માર્ક્સ આવ્યા છે. ખૂબ સારી પરિણામ આવતા ખુશીના આંસુ આવી ગયા છે. પરિવારના ખૂબ સપોર્ટના કારણે આજે આ પરિણામ આવ્યું છે. પપ્પાને A1 ગ્રેડ લાવીશ તેવી વિશ્વાસ આપ્યો હતો. મજૂરી કરીને માતા પિતાએ અભ્યાસ કરાવ્યો છે. 'પરિવારનો અને શાળાનો ખૂબ સપોર્ટ રહ્યો' ખુશી ભાવસારે જણાવ્યું હતું કે, 99.8 પર્સેન્ટાઇલ આવ્યા છે. ધાર્યા કરતા પરિણામ વધુ સારું આવ્યું છે. પરિવારનો અને શાળાનો ખૂબ સપોર્ટ રહ્યો છે. શરૂઆતથી જ તૈયારીઓ કરી હોવાથી કોઈ તકલીફ પડી નથી. સાયન્સના બી ગ્રુપમાં 99.2 પર્સન્ટેજ રુદ્ર મોદીએ જણાવ્યું હતું કે, સાયન્સના બી ગ્રુપમાં 99.2 પર્સન્ટેજ આવ્યા છે. શાળાનો અને પરિવારનો ખુબ સપોર્ટ મળ્યો છે. માતા અને પિતાના આશીર્વાદથી આજે ખૂબ સારું પરિણામ આવ્યું છે. સતત મહેનત કરવાથી પરિણામ ખૂબ સારું આવી શકે છે. શરૂઆતથી તૈયારીઓ કરવાથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે. 'પરિવારે પણ ક્યારેય પણ મને પ્રેશર આપ્યું નથી' ટ્વીંકલે જણાવ્યું હતું કે, 98.4 પર્સેન્ટાઇલ આવ્યા છે જેથી ખૂબ ખુશી થઈ રહી છે. શિક્ષકોએ પણ કોઈપણ પ્રોબ્લેમ હોય તમામનું સોલ્યુશન લાવ્યું હતું. પરિવારે પણ ક્યારેય પણ મને પ્રેશર આપ્યું નથી. સતત હાર્ડ વર્ક કરવાથી સારી પરિણામ મેળવી લીધું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર કોર્ટનો પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં ચુકાદો:12 દોષિત, 11ના મોત, દાઉદ ઈબ્રાહિમ સહિતના સાથે આરોપીઓના સંબંધ ખૂલ્યા; 1993ના મુંબઈ બ્લાસ્ટ સાથે કનેક્શન
    Next Article
    નવસારી ધો. 12 બોર્ડનું પરિણામ જાહેર:સામાન્ય પ્રવાહનું 95.13%, વિજ્ઞાન પ્રવાહનું 84.68%; 168 વિદ્યાર્થીને A1 ગ્રેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment