Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરક્ષા એજન્સીઓને સફળતા:RDX ભરેલી બોટ અને 10 ‘ડમી આતંકી’ ઝડપાયા

    10 hours ago

    કચ્છના અતિ સંવેદનશીલ ગણાતા લખપત અને અબડાસા તાલુકાના અરબી સમુદ્ર કિનારે સુરક્ષા એજન્સીઓ દ્વારા ગુરુવારથી બે દિવસીય ‘સાગર કવચ’ (મોકડ્રીલ) નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સુરક્ષા એજન્સીઓએ કામગીરી કરતા હુમલાની ફિરાકમાં રહેલા 10 જેટલા ડમી આતંકીઓ અને RDX ભરેલી બોટ પકડી પાડીને સુરક્ષા કવચની સજ્જતાનો પરચો આપ્યો હતો. ગુરુવારે વહેલી સવારથી જ દરિયાકિનારે તથા મુખ્ય માર્ગો પર એજન્સીઓનું સઘન ચેકિંગ શરૂ કરાયું હતું. જેમાં જખૌ પોર્ટ પર હુમલો કરવા નલિયા બસ સ્ટેશન પર બસની રાહ જોતા બે ડમી આતંકી ઝડપાયા હતા. ત્યારબાદ જખૌ પાસે પાપડી ચેકપોસ્ટ પરથી ૨ શંકાસ્પદ અને દરિયામાં બોટ દ્વારા ખાનગી જેટી પર હુમલો કરવા જતા 3 આતંકી પકડાયા હતા. જ્યારે દરિયાઈ માર્ગે કોટેશ્વર અને લખપત પર હુમલો કરવા જતા અન્ય તત્વોને ઓધવરામ ગેટ પાસેથી ઝડપી લેવાયા હતા. શુક્રવારે કવાયતના અંતિમ દિવસે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ યથાવત રહ્યું હતું. નારાયણ સરોવર પીઆઈ જે.બી. કુરિયાના માર્ગદર્શન હેઠળ કોટેશ્વર, નારાયણ સરોવર મંદિર અને મુખ્ય માર્ગો પર સઘન વાહન ચેકિંગ કરી ‘સબ સલામત’નો મેસેજ અપાયો હતો. બીજી તરફ જખૌ ઓપન સી વિસ્તારમાં મરીન પીઆઈ વી.એમ. ઝાલાના માર્ગદર્શનમાં SOG, સ્ટેટ IB અને BSF દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ કરાયું હતું. આ દરમિયાન હોડિયા ક્રીકમાંથી એક શંકાસ્પદ બોટમાંથી RDX (ડમી) સાથે ૫ લોકોને પકડી પાડી ટાર્ગેટ સુધી પહોંચતા પહેલા જ અટકાવી દેવાયા હતા.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટીનું આજે જંતર-મંતર પર પ્રદર્શન:પોલીસે કહ્યું- પરમિશન નથી; દિલ્હી રૂટની 75 ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશનો બંધ; BSF બોલાવવામાં આવી
    Next Article
    પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરાઇ:રાપરમાં પાર્કિંગ અને દબાણ દૂર કરવા ડિમાર્કેશન ઝુંબેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment