Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RCB સૌથી મોંઘી IPL ટીમ બની:₹16.71 હજાર કરોડમાં ચાર કંપનીઓએ મળીને ખરીદી, રાજસ્થાન પણ 15,000 કરોડમાં વેચાઈ

    13 hours ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 1.78 બિલિયન ડોલર એટલે કે લગભગ 16,706 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે જ બેંગલુરુ IPLની સૌથી મોંઘી ટીમ બની ગઈ. RCB ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, RCBને આદિત્ય બિરલા ગ્રુપ (ABG), ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ (TOI), બોલ્ટ વેન્ચર્સ (Bolt) અને બ્લેકસ્ટોન્સ (BXPE) પરપેચ્યુઅલ પ્રાઈવેટ ઈક્વિટી સ્ટ્રેટેજીએ મળીને ખરીદી. આ પહેલા ક્રિકબઝે જ મંગળવારે જણાવ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સ 1.63 બિલિયન ડોલર એટલે કે લગભગ 15,289 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. રાજસ્થાન હવે બીજી સૌથી મોંઘી IPL ટીમ બની ગઈ. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન કાલ સોમાણી અને તેમના કન્સોર્ટિયમે ફ્રેન્ચાઈઝી માટે આ સૌથી મોટી બોલી લગાવી, જેને મંજૂર કરી લેવામાં આવી. RCB અને RR 2 સૌથી મોંઘી IPL ટીમો RCB સૌથી મોંઘી ટીમ બની. જ્યારે રાજસ્થાને લખનઉ સુપર જાયન્ટ્સનો રેકોર્ડ તોડ્યો હતો. લખનઉને સંજીવ ગોયનકાના RPSG ગ્રુપે 2021માં 7,090 કરોડની મોટી બોલી લગાવીને ખરીદ્યું હતું. આર્યમાન બિરલા ચેરમેન બન્યા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની નવી માલિકી સાથે આદિત્ય બિરલા ગ્રુપના ડિરેક્ટર આર્યમાન બિરલાને ટીમના ચેરમેન પણ બનાવવામાં આવ્યા. 28 વર્ષના આર્યમાન બિરલાને ક્રિકેટ અને બિઝનેસ બંનેમાં અનુભવ રહ્યો છે. તેઓ ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને મધ્યપ્રદેશ માટે રણજી ટ્રોફી રમી ચૂક્યા છે. તેમણે 16 ઇનિંગ્સમાં 414 રન બનાવ્યા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. 2018ના IPL ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે તેમને 30 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ તેમને વધુ તકો મળી ન હતી. ત્યારબાદ 2019માં તેમણે ક્રિકેટમાંથી બ્રેક લીધો. ક્રિકેટથી દૂર થયા પછી તેમણે બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્યમાને આદિત્ય બિરલા ગ્રુપના હોસ્પિટાલિટી અને વેન્ચર કેપિટલની શરૂઆત કરી. 2023માં તેઓ ગ્રુપની ટોપ ડિસિઝન મેકિંગ બોડીમાં સામેલ થયા. આ ઉપરાંત તેઓ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને આદિત્ય બિરલા ફેશન રિટેલ જેવી કંપનીઓના બોર્ડમાં પણ છે. 24 ગણા વધુ ભાવે વેચાઈ RR 2008માં જ્યારે રાજસ્થાન રોયલ્સને ખરીદવામાં આવી હતી, ત્યારે તેની કિંમત માત્ર 67 મિલિયન ડોલર હતી, જે તે સમયે લગભગ ₹260-270 કરોડની આસપાસ થતી હતી. જો તે જ 67 મિલિયન ડોલરને આજની કિંમતમાં જોવામાં આવે, તો તે લગભગ ₹628 કરોડ થાય છે. હવે 2026માં આ જ ફ્રેન્ચાઇઝી લગભગ 1.63 બિલિયન ડોલર (લગભગ ₹15,289 કરોડ)માં વેચાઈ છે. એટલે કે, વર્તમાન કિંમતની સરખામણી 2008ની આજની કિંમત (₹628 કરોડ) સાથે કરીએ, તો રાજસ્થાન રોયલ્સની કિંમતમાં લગભગ 24 ગણો ઉછાળો આવ્યો છે. ચાર કંપનીઓ રેસમાં હતી રાજસ્થાન રોયલ્સની ફાઇનલ બિડિંગ રેસમાં ચાર મોટા ગ્રુપ સામેલ હતા. તેમાં આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને કેપરી ગ્લોબલ પણ દાવેદારીમાં હતા. જોકે, આ બધાને પાછળ છોડીને કાલ સોમાણીના નેતૃત્વવાળા કન્સોર્ટિયમે આખરે આ બોલી જીતી લીધી. કાલ સોમાણી કોણ છે? કાલ સોમાણી ટેકનોલોજી અને રોકાણ જગતનું મોટું નામ છે. તેમણે એડ-ટેક, ડેટા પ્રાઇવસી, AI ગવર્નન્સ અને સ્પોર્ટ્સ ટેક જેવા ક્ષેત્રોમાં ઘણી વૈશ્વિક કંપનીઓ ઊભી કરી છે. આ ડીલ સાથે તેમનું રમતગમત જગતમાં રોકાણ વધુ મજબૂત બન્યું છે. સોમાણી 2021 થી ફ્રેન્ચાઇઝીમાં ઇન્વેસ્ટર છે કાલ સોમાણી પહેલાથી જ રાજસ્થાન રોયલ્સમાં ઇન્વેસ્ટર હતા. 2021માં તેમણે ફ્રેન્ચાઇઝીમાં એન્ટ્રી લીધી હતી. સોમાણીએ ત્યારે કહ્યું હતું- અમને આ રોકાણમાં ખૂબ મોટી સંભાવના દેખાઈ રહી છે અને અમે IPLના ભવિષ્યને લઈને ઉત્સાહિત છીએ. 2008માં ચેમ્પિયન બની હતી રાજસ્થાન શેન વોર્નની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સે IPLની પ્રથમ સીઝન 2008માં જીતી હતી. પરંતુ ત્યારબાદ ટીમનું પ્રદર્શન નીચે જવા લાગ્યું. ત્યારથી ટીમ માત્ર એકવાર 2022માં ફાઇનલમાં પહોંચી છે. ત્યારે ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ મેચમાં તેને હાર મળી. બે વર્ષ માટે બેન થઈ હતી RR રાજસ્થાન રોયલ્સને 2015માં સામે આવેલા સ્પોટ-ફિક્સિંગ કેસને કારણે 2 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી. તપાસ બાદ લોઢા સમિતિએ ટીમના સહ-માલિક રાજ કુંદ્રાને સટ્ટાબાજીનો દોષી ઠેરવ્યા હતા. તેને કારણે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ બંનેને 2016 અને 2017ના IPL સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં 2018માં રાજસ્થાન રોયલ્સે ફરીથી IPLમાં વાપસી કરી. ----------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ચિન્નાસ્વામી સ્ટેડિયમની 11 બેઠકો હંમેશા ખાલી રાખવામાં આવશે:સ્મારક પટ્ટિકા પણ લાગશે; RCB-કર્ણાટક ક્રિકેટ બોર્ડે ભાગદોડના મૃતકોને આપી અનોખી શ્રદ્ધાંજલિ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) એ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ પહેલ કરી છે. વાસ્તવમાં, 4 જૂન 2025ના રોજ RCBની પ્રથમ IPL ટ્રોફી જીતના જશ્ન દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Aditya Birla Group-led consortium acquires Royal Challengers Bengaluru for USD 1.78 billion
    Next Article
    UCC બિલ ગૃહમાં બહુમતીથી પાસ, દેશનું બીજું રાજ્ય બન્યું:વિધાનસભામાં હલાલા પ્રથા, ધર્મેન્દ્રના બીજા લગ્નની ચર્ચા, ઇટાલિયાએ માફી માંગી, વસિયત ના હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો પણ ભાગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment