Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિલના ગઢમાં ગુજરાતની હાર:RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન; 5 વિકેટે જીત્યું, કોહલીની ફિફ્ટી

    23 घंटे पहले

    અમદાવાદમાં IPL-2026ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બની છે. ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સતત બીજીવાર ટ્રોફી જીતી છે. તેમણે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ RCB ટ્રોફીને ડિફેન્ડ કરનાર ચેન્નઈ અને મુંબઈ પછી ત્રીજી ટીમ બની છે. વિરાટ કોહલી 156ના રનચેઝમાં ફિફ્ટી ફટકારી. આ તેના IPL કરિયરની પોતાની ફાસ્ટેસ્ટ ફિફ્ટ પણ છે. ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદરે નોટઆઉટ 50 રનની ઇનિંગ રમી. કેપ્ટન શુભમન ગિલ (12) અને સાઈ સુદર્શન (10) જલદી પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ નિશાંત સિંધુ (20), જોસ બટલર (19), અરશદ ખાન (15) અને રાહુલ તેવતિયા (7) પણ મોટી ઇનિંગ રમી શક્યા નહોતા. બેંગલુરુ માટે રાસિખ સલામે સૌથી વધુ 3 વિકેટ ઝડપી. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી. સૂર્યવંશીને ઓરેન્જ કેપ મળવાનું નક્કી વૈભવ સૂર્યવંશીએ 16 મેચમાં 776 રન બનાવ્યા છે, જે આ સીઝનમાં કોઈપણ બેટરના સૌથી વધુ રન છે. વૈભવ સૂર્યવંશી પછી ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ (732 રન) અને સાઈ સુદર્શન (722 રન) છે. બંને બેટર આઉટ થઈ ચૂક્યા છે. બેંગલુરુના વિરાટ કોહલી (600 રન) જ એકમાત્ર એવો બેટર છે, જેમની બેટિંગ હજુ બાકી છે. પરંતુ વૈભવને પાછળ છોડવા માટે તેમણે 177 રનની ઇનિંગ રમવી પડશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ અને રાસિખ સલામ ડાર. ઇમ્પેક્ટ પ્લેયર: વેંકટેશ અય્યર. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર: પ્રસિદ્ધ ક્રિષ્ના, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઈ કિશોર. IPL ફાઈનલ મેચના પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગને વાંચો...
    Click here to Read More
    Previous Article
    Nepal के Prime Minister Balen Shah ने किया Indian Territories को लेकर बड़ा दावा | Top news
    Next Article
    ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર બેંગલુરૂની ભવ્ય જીત:ગુજરાતમાં RCBના ફેન્સ દ્વારા ભવ્ય ઉજવણી, GTના ફેન્સમાં ભારે નિરાશા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment