Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વાહનોના નામ ટ્રાન્સફરમાં રામાયણ!:ફેસલેસમાં આધારકાર્ડ પ્રમાણે જ RC બૂકમાં નામના નિયમથી અરજી 87% ઘટી, HSRP નંબર પ્લેટમાં લાંબું વેટિંગ

    8 hours ago

    આધાર કાર્ડ અને આર.સી. બૂકમાં એક સરખું નામ અને સરનેમ હોય તો જ વાહન માલિકનું નામ ટ્રાન્સફર થઈ શકે તેવા નિયમથી રાજ્યની આરટીઓ કચેરીમાં છેલ્લા એક મહિનાથી આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ RTO કચેરીમાં પણ અગાઉ જ્યારે દરરોજ નામ ટ્રાન્સફરની 250 જેટલી અરજી આવતી હતી, તેની સામે હવે સંખ્યા ઘટીને 35 થઈ ગઈ છે. એટલે કે, નામ ટ્રાન્સફર અરજીઓમાં 87%નો ઘટાડો જોવા મળ્યો છે. ફેસલેસ નામ ટ્રાન્સફર ફરજિયાત કરવામાં આવતા લોકો પરેશાન થઈ ગયા છે. આ ઉપરાંત HSRP નંબર પ્લેટ નંખાવવામાં પણ લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં દરરોજ 100 વાહનોની એચએસઆરપી નંબર પ્લેટ નખાવા માટેનો ઓર્ડર અપાય છે, પરંતુ તે નંબર પ્લેટ આવતા સમય લાગે છે અને તેમાં પણ TVSનું કોઈ વાહન કે બુલેટ હોય તો શો રૂમમાંથી નંબર પ્લેટ નાંખવાની મનાઈ ફરમાવવામાં આવે છે. આધાર અને RC બૂકમાં નામના તફાવતથી ફેસલેસ અરજીઓ અટકી રાજકોટના આસિસ્ટન્ટ આરટીઓ અધિકારી આર. એમ.રાવલીયાએ જણાવ્યું કે, સામાન્ય રીતે રાજકોટ આરટીઓ કચેરી ખાતે દરરોજ 300 જેટલી અરજીઓ વાહનોમાં નામ ટ્રાન્સફર માટેની આવતી હોય છે. જોકે હાલ છેલ્લા એક મહિનાથી જે નવો નિયમ આવ્યો છે, તેના કારણે નોન ફેસલેસ અરજીઓ બંધ થઈ ગઈ છે. તમામ લોકોએ ફેસલેસ અરજી જ કરવાની છે, જેમાં આધારકાર્ડમાં જે નામ હોય તે જ નામ આર.સી. બુકમાં હોય તો ફેસલેસ અરજીઓ થાય જ છે. 'જલ્દીથી આ સમસ્યાનું નિરાકરણ આવશે' આરટીઓ કચેરી લેવલે કોઈ પણ અરજીઓ પેન્ટિંગ નથી, પરંતુ વાહનચાલકો જ્યારે નામ ટ્રાન્સફર માટેની ઓનલાઈન અરજી કરે ત્યારે તેમાં આધારકાર્ડ અને આર.સી.બૂકમાં નામ ચેન્જ હોય તો અરજી થઈ શકતી નથી. નામ, સરનેમ અને પિતાના નામનો ક્રમ અલગ હોય તો અરજીઓ થઈ શકતી નથી. એ હકીકત છે અને આ બાબતે અમે અમારી વડી કચેરીને જાણ કરી છે. તેમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, જલ્દીથી આ સમસ્યાનું નિરાકરણ આવશે. RTO કચેરીમાં દરરોજની 150 અરજીઓ ફેસલેસની તો 100 નોન ફેસલેસની અરજીઓ આવતી હતી. એક મહિનાથી ફેસલેસ અરજીઓ થઈ શકે છે. TVS અને બુલેટ વાહનોમાં HSRP નંબર પ્લેટનું ભારે વેટિંગ રાજકોટમાં HSRP નંબર પ્લેટના ઓર્ડર લેતા કિરીટભાઇએ જણાવ્યું કે, FTA, રોજમોટા અને સિમ્સ કંપની HSRP નંબર પ્લેટ બનાવે છે. હિરો અને હોન્ડા જેવી કંપનીઓના વાહનોની HSRP નંબર પ્લેટ કંપની પોતે જ બનાવે છે. મારુતિ, હ્યુન્ડાઈ સહિતના વાહનોની નંબર પ્લેટ FTA જ તૈયાર કરે છે. જ્યારે આઇસર સહિતની કંપનીઓની નંબર પ્લેટ આપતી એજન્સી રોજમોટા છે. વાહનોની નવી કે જૂની નંબર પ્લેટનો ઓર્ડર શોપ પરથી શો રૂમમાં જાય છે અને ત્યાંથી ડેકોરેશન માટે FTA કંપનીમાં જાય. જે બાદ તે કંપની નંબર પ્લેટ છાપી શો રૂમને આપે અને ત્યારબાદ અહીં શોપ મારફત કસ્ટમરને આપવામાં આવે. જોકે તેમાં અઠવાડિયા જેટલો સમય લાગે છે. જ્યારે TVS કંપનીના વાહનો કે બુલેટમાં નંબર પ્લેટ લખવા માટે કોઈ આવે તો અમે તેમને ના પાડી દઈએ છીએ. કારણકે TVSના વાહનોમાં નંબર પ્લેટ નાખવા માટે જે તે પોલીસ સ્ટેશનમાંથી અંગ્રેજીમાં પોલીસ રિપોર્ટ લેવાનો હોય છે. જ્યારે બુલેટમાં 15 દિવસે નંબર પ્લેટ આવે તો આવે. પોલીસના 'નો નંબર પ્લેટ, નો ફ્યુઅલ' આદેશ બાદ સ્ટાફે પ્લેટો નંખાવી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા "નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં"ના આદેશ બાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના વાહનોમાં જ HSRP નંબર પ્લેટ ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે DySP સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તાત્કાલિક HSRP નંબર પ્લેટ નંખાવવા માટે ઓર્ડર આપવામાં આવતા તેઓને પ્રાયોરિટીમાં નંબર પ્લેટ નાખી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    શ્રીકૃષ્ણ જન્માષ્ટમી આજે, મથુરા-દ્વારકામાં મંગળા આરતી, દિવસભર થશે પૂજન:75 લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના; પુરીમાં ભગવાન જગન્નાથ કાન્હાને જન્મ આપશે
    Next Article
    India-Born US Citizen Added To FBI's Most Wanted List In Fraud Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment