Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરજણ પાસે એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂ ઝડપાયો:પોલીસને જોઈ ડ્રાઈવર ગાડી ચાલુ મૂકી રેલિંગ કૂદી ફરાર, બનાવટી નંબર પ્લેટ અને ડુપ્લિકેટ RC બુક નીકળી

    1 day ago

    વડોદરા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી અવાર નવાર વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ રહી છે. ત્યારે કરજણ પોલીસ સ્ટેશનના પી આઈ બી. એમ. પટેલ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસને જોતાં જ દારૂ ભરેલી ગાડીનો ચાલક વાહન ચાલુ હાલતમાં મૂકીને હાઈવેની રેલિંગ કૂદીને ભાગી છૂટ્યો હતો. પોલીસે 20 લાખથી વધુના મુદ્દામાલને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ ડાલું આવતા પોલીસે રોક્યું પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચથી વડોદરા તરફ જતા NE-4 એક્સપ્રેસ હાઈવે પરથી કણભા ગામની સીમમાંથી એક સફેદ રંગનું અશોક લેલેન્ડ ડાલું પસાર થવાનું છે, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે. બાતમીના આધારે પોલીસે કણભા પાસે આવેલ બ્રિજ પર વોચ ગોઠવી હતી. ડ્રાઈવર ગાડી ચાલુ મૂકી રેલિંગ કૂદી ફરાર શંકાસ્પદ ડાલું આવતા પોલીસે તેને રોકવા હાથથી ઈશારો કર્યો હતો. ડ્રાઈવરે વાહન ધીમું પાડ્યું હતું, પરંતુ પોલીસ સ્ટાફને જોતાં જ તેણે ગાડી હાઈવેની છેલ્લી લાઈનમાં ચાલુ હાલતમાં જ ઊભી રાખી દીધી હતી અને રોડની રેલિંગ કૂદીને હાઈવે પરથી નીચે ઊતરીને નાસી છૂટ્યો હતો. 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે બિનવારસી હાલતમાં મુકાયેલા ડાલાની પાછળ તપાસ કરતાં કાળા કલરની તાડપત્રી બાંધેલી મળી આવી હતી. તાડપત્રી ખોલીને જોતાં તેમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની બોટલો કુલ નંગ 9,552 મળી આવી હતી, જેની કિંમત ₹15,66,528/- થાય છે. સાથે પોલીસે વાહન સાથે કુલ રૂપિયા ₹20,66,528નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મુદ્દામાલ ક્યાંથી આવ્યોની તપાસ થશે કરજણ પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમ્યાન નાસી છૂટેલા અશોક લેલેન્ડ ડાલાના ચાલકની શોધખોળ ચાલુ છે. સાથે આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો અને કયા કઈ જવામાં આવતો જતો તેની પણ તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દિલ્લીમાં કોંગ્રેસના ધરણાના વડોદરામાં પડઘા:રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તા બેનરો સાથે રસ્તા પર ઉતર્યાં, 15ની અટકાયત
    Next Article
    TS EAMCET 2026 Phase 2 Allotment Today: Check Direct Link To Access Counselling Result

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment