Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીના બાળકને જન્મજાત હૃદયરોગની નિઃશુલ્ક ઓપન હાર્ટ સર્જરી:અમદાવાદમાં RBSK હેઠળ કરાઈ, બાળક હવે સ્વસ્થ

    11 hours ago

    અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બાવળીયા ટોરડા ગામના એક મજૂર પરિવારના બાળક અસારી અવ્યાન અંકિતભાઈને જન્મજાત હૃદયરોગ હોવાનું સામે આવ્યું હતું. આંગણવાડીમાં આરોગ્ય તપાસ દરમિયાન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમે આ રોગ ઓળખી કાઢ્યો હતો. RBSK ટીમે બાળકને વધુ તપાસ અને સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો. હોસ્પિટલમાં જરૂરી તપાસ પછી બાળકનું નિઃશુલ્ક ઓપન હાર્ટ સર્જરી કરાઈ. ઓપરેશન સફળ થયું અને બાળક હવે સ્વસ્થ છે. બાળકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવા માટે RBSK ટીમ નિયમિત ફોલોઅપ અને ઘરે મુલાકાત લઈ રહી છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સમયસર આરોગ્ય તપાસથી ગંભીર બીમારીનું વહેલું નિદાન થયું. યોગ્ય સારવાર મળવાથી બાળકને સ્વસ્થ જીવન મળ્યું છે. આમ, સમયસર તપાસ, યોગ્ય સારવાર અને RBSKના સહયોગથી બાળકના સ્વસ્થ ભવિષ્ય તરફ એક સફળ પગલું ભરાયું છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં પોલીસ બેન્ડ સાથે ગણેશજીની મૂર્તિનું આગમન:વિશ્વકર્મા સાર્વજનિક ગણેશોત્સવ માટે પાલખીમાં બિરાજમાન મૂર્તિનું સ્વાગત; નગરપાલિકા પ્રમુખ, પોલીસ વડા પણ જોડાયા
    Next Article
    બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાનું ધજાળા ખાતે સન્માન:મહંત ભરતબાપુએ ભાદરવી બીજ પ્રસંગે સંતવાણી કાર્યક્રમમાં કર્યું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment