Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટવાસીઓને પાણીની તકલીફ નહીં પડે:આજી-ન્યારી સહિતનાં ડેમોમાં ચોમાસા સુધી ચાલે તેટલો જથ્થો, હીટવેવ માટે ખાસ એક્શન પ્લાન

    10 hours ago

    આકરી ગરમીની શરૂઆત સાથે જ રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જાહેરાત કરી છે કે શહેરના મુખ્ય જળાશયોમાં ચોમાસા સુધી ચાલે તેટલો પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ સાથે જ વધતી ગરમીને પહોંચી વળવા માટે જૂન અંત સુધી વિશેષ 'હીટવેવ એક્શન પ્લાન' પણ અમલી બનાવવામાં આવ્યો છે. આજી, ન્યારી અને ભાદર ડેમમાંથી 418 MLD પાણી વિતરણ રાજકોટમાં પાણીની સ્થિતિ અને વિતરણ વ્યવસ્થાની વિગતો આપતા મ્યુ. કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની કુલ દૈનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે આજી, ન્યારી અને ભાદર ડેમ તેમજ નર્મદા યોજનાનો સહારો લેવામાં આવે છે. હાલમાં આજી, ન્યારી અને ભાદર ડેમમાંથી દરરોજ 320 MLD પાણી મેળવવામાં આવે છે, જ્યારે નર્મદા યોજના હેઠળ દરરોજ 125 MLD પાણી મળે છે. આમ, કુલ મળીને રોજનું 418 MLD પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુખ્ય જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ઉનાળા દરમિયાન પાણીની માંગમાં સામાન્ય વધારો જોવા મળતો હોય છે, પરંતુ શહેરના મુખ્ય જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી શહેરીજનોએ ચિંતા કરવાની જરૂર નથી. ટેન્કર દ્વારા થતા પાણી વિતરણ અને નળ જોડાણ અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, જે વિસ્તારોમાં હજુ પાઈપલાઈનનું નેટવર્ક પહોંચ્યું નથી તેવા છેવાડાના વિસ્તારોમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે. ઘેર-ઘેર નળથી પાણી પહોંચતા ટેન્કરની માંગમાં ઘટાડો જોકે, છેલ્લા કેટલાક સમયમાં નળ જોડાણની કામગીરીમાં મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે 8,000 થી 10,000 નવા નળ જોડાણો આપવામાં આવતા હોય છે, તેની સામે ગત વર્ષે મહાનગરપાલિકા દ્વારા રેકોર્ડબ્રેક 40,000 નવા નળ જોડાણ આપવામાં આવ્યા છે. ઘેર-ઘેર નળ દ્વારા પાણી પહોંચતા ટેન્કરની માંગમાં ઘટાડો થયો છે, છતાં જ્યાં જરૂર હોય ત્યાં ટેન્કર દ્વારા પણ પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે. હીટવેવની સ્થિતિને પહોંચી વળવા એક્શન પ્લાન રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મનપા દ્વારા વિશેષ એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ નાગરિકોને ગરમીથી બચાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. મ્યુ કમિશનરે જણાવ્યું હતું કે, બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન જ્યારે સૂર્યનો પ્રકોપ સૌથી વધુ હોય છે, ત્યારે શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વાહન ચાલકોએ તડકામાં ઉભા ન રહેવું પડે. ટાઉન પ્લાનિંગ અને આરોગ્ય શાખાની ટીમોનું સતત ચેકિંગ આ ઉપરાંત, તમામ બાંધકામ સાઇટ પર પણ બપોરે 1 થી 4 ના સમયગાળા દરમિયાન કામકાજ બંધ રાખવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ આદેશનું પાલન થાય છે કે નહીં તે જોવા માટે ટાઉન પ્લાનિંગ અને આરોગ્ય શાખાની ટીમો સતત ચેકિંગ કરી રહી છે. શહેરના જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ અને અન્ય વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં નાગરિકો માટે પીવાના પાણી અને છાશની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. એક્શન પ્લાન જૂનનાં અંત સુધી કાર્યરત જો આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉપર જશે તો મહાપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે વધારાના પગલાં પણ લેવામાં આવશે. હાલ પૂરતું આ તમામ વ્યવસ્થાઓ અને એક્શન પ્લાન જૂનનાં અંત સુધી એટલે કે ચોમાસાના આગમન સુધી કાર્યરત રહેશે, જેથી રાજકોટવાસીઓને ઉનાળાની ગરમી અને પાણીની અછતનો સામનો નહીં કરવો પડે તે નિશ્ચિત છે.
    Click here to Read More
    Previous Article
    બે માસૂમોના હૃદયના ધબકારા હવે રહેશે સુરક્ષિત:ગંજીવાડા અને પોપટપરાના બે બાળકોની લાખોનાં ખર્ચે થતી જટિલ સર્જરી RBSK યોજના હેઠળ નિ:શુલ્ક કરાઈ
    Next Article
    By-Election Results 2026 LIVE: Sunetra Pawar Wins In Baramati With Record Margin, BJP Gets 4 Seats

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment