Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RBIના નામે વોટ્સએપમાં નકલી મેસેજ અને ZIP ફાઈલ મોકલીને છેતરપિંડી:વડોદરાના એકાઉન્ટન્ટે મેસેજ મળતા ચોંક્યો, શું કહ્યું સાયબર એક્સપર્ટે જાણો

    8 hours ago

    આજ કાળ ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડીના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના નામે વોટ્સએપ પર નકલી મેસેજ મોકલીને લોકોને ફસાવવાની નવી તરકીબ અપનાવવામાં આવી રહી છે. સ્કેમર્સ RBIના અસલી લોગોનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ બંધ કરવાની ધમકી આપે છે અને .ZIP ફાઇલ ડાઉનલોડ કરવા માટે લલચાવે છે, જે ખોલતાની સાથે જ ખાતું હેક થઈ શકે છે. મેસેજમાં ત્રણ દિવસમાં એકાઉન્ટ બંધ કરી દેવાની ધમકી આપે સાયબર ગુનેગારો વિશ્વાસ જીતવા માટે RBIનો લોગો પ્રોફાઇલ પિક્ચર તરીકે વાપરે છે. મેસેજમાં દાવો કરવામાં આવે છે કે તમારા એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો થયા છે અને ત્રણ દિવસમાં વિગતો ન આપો તો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. મેસેજ સાથે zip જેવી ફાઇલ મોકલવામાં આવે છે, જેમાં માલવેર અથવા વાયરસ હોય છે. આ ફાઇલ ડાઉનલોડ કરતાની સાથે જ હેકર્સને ફોનનો પૂરો કંટ્રોલ મળી જાય છે. પ્રોફાઇલ પિક્ચર તરીકે RBIનો લોગો વાપરવામાં આવ્યો હતો આ કિસ્સો વડોદરા શહેરના એક યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને અજાણ્યા નંબર પરથી બે અલગ-અલગ મેસેજ પ્રાપ્ત થયા હતાં. એકમાં બેંક સ્ટેટમેન્ટ અને બીજામાં નોટિસનો ઉલ્લેખ હતો. બંને મેસેજમાં પ્રોફાઇલ પિક્ચર તરીકે RBIનો લોગો વાપરવામાં આવ્યો હતો. તેમણે આ મેસેજની ખરાઈ માટે સાયબર એક્સપર્ટને મોકલ્યા હતા. .zip ફાઇલમાં માલવેર હોય છે, જે ડેટા ચોરી કરી શકે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે આ મેસેજનું વિગતવાર તકનીકી વિશ્લેષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. કારણ કે મુખ્ય RBI ક્યારેય સામાન્ય વ્યક્તિગત વોટ્સએપ નંબર (+91) પરથી મેસેજ અથવા નોટિસ મોકલતું નથી. વિશ્વાસ જીતવા માટે નકલી પ્રોફાઇલમાં RBIનો સત્તાવાર લોગો વાપરવામાં આવ્યો છે. સાથે .zip ફાઇલમાં માલવેર હોય છે, જે ડેટા ચોરી કરી શકે છે. ધમકી આપીને ઉતાવળમાં નિર્ણય લેવડાવવાની તરકીબ અપનાવવામાં આવી છે. જો તમે ફસાયા હો તો તરત આ પગલાં લો ફરિયાદ ક્યાં કરવી? નાણાકીય નુકસાન થયું હોય તો તરત સાયબર હેલ્પલાઇન 1930 પર ફોન કરો અથવા વેબસાઇટ www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ નોંધાવો. તમારી સજાગતા જ તમારી સુરક્ષા છે. અજાણ્યા નંબરના મેસેજ અથવા લિંક/ફાઇલ પર ક્લિક કરવાનું ટાળો અને પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખો.
    Click here to Read More
    Previous Article
    181 અભયમ ટીમની સરાહનીય કામગીરી:માતા-પિતાના ઠપકાથી 6 મહિના પહેલાં ઘર છોડી ગયેલી 15 વર્ષની બાળકીનું કરાવ્યું પુનર્મિલન
    Next Article
    પીકઅપ ડાલાએ બાઇકને ટક્કર મારતા યુવકને ઈજા:હેમરેજ, ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ, મહેસાણાના સાઈબાબા મંદિર પાસે હિટ એન્ડ રન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment