Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીકઅપ ડાલાએ બાઇકને ટક્કર મારતા યુવકને ઈજા:હેમરેજ, ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ, મહેસાણાના સાઈબાબા મંદિર પાસે હિટ એન્ડ રન

    9 hours ago

    મહેસાણાના સાઈબાબા મંદિર પાસે આવેલા જહું માતાજીના મંદિર સામેના રોડ પર શનિવારે(30મે) સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક બોલેરો પીકઅપ ડાલાના ચાલકે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જઈ રહેલા બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ટ્યૂશન ક્લાસમાં જતો હતો ને બોલેરોએ ટક્કર મારી મહેસાણાના ઉચરપી રોડ પર આવેલી સંજયનગર સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા જતીનકુમાર રતિલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો 22 વર્ષીય દીકરો જય પટેલ શનિવારે સવારે આશરે આઠ વાગ્યે પોતાનું પલ્સર મોટરસાયકલ નંબર GJ-02-EJ-7000 લઈને હબ ટાઉન ખાતે સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં ભણવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન સાઈબાબા મંદિર પાસેના ઢાળમાં જહું માતાજીના મંદિર સામેથી પસાર થતી વખતે બોલેરો પીકઅપ ડાલા નંબર GJ-13-AT-5012 ના ચાલકે તેને અડફેટે લીધો હતો. યુવકને ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડાયો અકસ્માતની જાણ મિત્ર દ્વારા થતાં પિતા તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા જયને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માથાના ભાગે ગંભીર હેમરેજ ફેક્ચર તબીબોના જણાવ્યા અનુસાર યુવકને માથાના ભાગે ગંભીર હેમરેજ ફેક્ચર થયું છે, તેમજ ચહેરા પર, જમણી આંખે, ગાલ પર અને જમણા હાથની આંગળીઓમાં ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં યુવક અર્ધ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે ફરાર પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'વાહનોની ગતિ ધીમી કરવા માટે બેરીકેડ ગોઠવવા જોઈએ' ફરિયાદીએ ભાસ્કરને જણાવ્યું કે, આ જગ્યા પર અવારનવાર અકસ્માત સર્જતાં હોઈ છે. જેથી તંત્ર દ્વારા આ માર્ગ પર વાહનોની ગતિ ધીમી કરવા માટે બેરીકેડ ગોઠવવા જોઈએ, જેથી વળાંક દરમિયાન વાહનો સ્પીડમાં ના આવે અને જેથી અકસ્માત ના સર્જાય.
    Click here to Read More
    Previous Article
    RBIના નામે વોટ્સએપમાં નકલી મેસેજ અને ZIP ફાઈલ મોકલીને છેતરપિંડી:વડોદરાના એકાઉન્ટન્ટે મેસેજ મળતા ચોંક્યો, શું કહ્યું સાયબર એક્સપર્ટે જાણો
    Next Article
    Ravi Mohan Joins Lokesh Kanagaraj's LCU With Benz Amid Divorce Battle With Aarti

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment