Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RBI મીટિંગમાં વ્યાજ દરમાં ફેરફારની શક્યતા ઓછી:SBI રિસર્ચ- ગ્લોબલ નિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ભાવ તેનું કારણ, હાલમાં રેપો રેટ 5.25%

    3 days ago

    ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક 6-8 એપ્રિલના રોજ યોજાવાની છે. બજારને આશા હતી કે આ વખતે કદાચ વ્યાજ દરોમાં થોડી રાહત મળશે, પરંતુ પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં વધતા તણાવે સમીકરણો બદલી નાખ્યા છે. SBI રિસર્ચના હાલના રિપોર્ટ અનુસાર,ગ્લોબલ અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળાને જોતા RBI હાલમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. આ પહેલા ફેબ્રુઆરીમાં થયેલી મીટિંગમાં પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો ન હતો. હાલમાં વ્યાજ દર 5.25% પર છે. દુનિયાભરમાં ઉથલપાથલ, સપ્લાય ચેઇન પર અસર SBI રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા સંઘર્ષે સમગ્ર વિશ્વને સંકટમાં મૂકી દીધું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા જેવી સ્થિતિથી ગ્લોબલ ઓઇલ માર્કેટમાં 1973 પછીનો સૌથી મોટો અવરોધ ઊભો થયો છે. યુદ્ધની શરૂઆત પછી આ પ્રથમ પોલિસી સમીક્ષા છે, તેથી RBI ખૂબ જ સાવચેતીપૂર્વક પગલાં લેશે. ડોલર સામે રૂપિયો 93ને પાર, વધશે 'ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન' ભારત આ વૈશ્વિક સંકટથી બહાર નથી. ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલથી ઉપર રહ્યા છે, જેના કારણે ભારતમાં 'ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન' (આયાતી મોંઘવારી) વધી રહી છે. રિપોર્ટ અનુસાર, ડોલર સામે રૂપિયો 93ના સ્તરને પાર કરી ગયો છે. આ સાથે 'સુપર અલ નીનો'નો ખતરો પણ યથાવત છે, જે આવનારા સમયમાં મોંઘવારીની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આગામી 3 ક્વાર્ટર સુધી મોંઘવારી 4.5% થી ઉપર રહી શકે છે ઘરેલું મોરચે પણ પડકારો ઓછા નથી. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આયાતી મોંઘવારી પહેલેથી જ 5.4% પર પહોંચી ગઈ છે અને તેના આગળ પણ વધવાની શક્યતાઓ છે. અનુમાન છે કે આગામી ત્રણ ત્રિમાસિક ગાળા સુધી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારી 4.5% થી ઉપર રહી શકે છે. આવા માહોલમાં RBI માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવો જોખમી હોઈ શકે છે. લિક્વિડિટી મેનેજમેન્ટ પર રહેશે ફોકસ, 'ઓપરેશન ટ્વિસ્ટ'ની ચર્ચા રિપોર્ટ સૂચવે છે કે RBI હાલમાં ફક્ત વ્યાજ દરો પર ધ્યાન આપવાને બદલે માર્કેટ લિક્વિડિટી અને માઇક્રોસ્ટ્રક્ચર સુધારવા પર કામ કરી શકે છે. સરકારી બોન્ડની યીલ્ડને મેનેજ કરવા માટે કેન્દ્રીય બેંક 'ઓપરેશન ટ્વિસ્ટ' (લાંબા ગાળાના બોન્ડ ખરીદવા અને ટૂંકા ગાળાના બોન્ડ વેચવા) જેવા પગલાં લઈ શકે છે. આ ઉપરાંત, નાણાં બજારમાં સટ્ટાબાજી રોકવા માટે હાલમાં લેવાયેલા કડક પગલાંથી બેંકો માટે કેટલીક ઓપરેશનલ પડકારો પણ આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Xiaomi 17 Ultra is the ‘Leica’ camera phone I didn’t know I needed
    Next Article
    ઈરાને કહ્યું- અમેરિકી રેસ્ક્યુ મિશનમાં સામેલ વિમાન તોડી પાડ્યું:અમેરિકા બોલ્યું- સ્પેશિયલ ઓપરેશન ચલાવી બે પાયલોટને સુરક્ષિત બહાર કાઢ્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment