Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને કહ્યું- અમેરિકી રેસ્ક્યુ મિશનમાં સામેલ વિમાન તોડી પાડ્યું:અમેરિકા બોલ્યું- સ્પેશિયલ ઓપરેશન ચલાવી બે પાયલોટને સુરક્ષિત બહાર કાઢ્યા

    3 days ago

    ઈરાને રવિવારે દાવો કર્યો છે કે તેણે અમેરિકી રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ C-130 કેટેગરીનું એક વિમાન તોડી પાડ્યું છે. ફાર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું કે આ વિમાન ઈસ્ફહાનના દક્ષિણી વિસ્તારમાં ગુમ અમેરિકી એરમેનની શોધમાં લાગેલું હતું. આ દાવો એવા સમયે સામે આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા જ ટ્રમ્પે જાહેરાત કરી છે કે એરમેનને સ્પેશિયલ ઓપરેશન ચલાવીને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું કે આ અધિકારી એક કર્નલ હતા, જે F-15E લડાયક વિમાન તોડી પાડવામાં આવ્યા બાદ ગુમ થઈ ગયા હતા. તેમણે કહ્યું, “અમે તેને બચાવી લીધા. છેલ્લા કેટલાક કલાકોમાં અમેરિકી સેનાએ પોતાના ઈતિહાસના સૌથી સાહસિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનોમાંના એકને અંજામ આપ્યો.” એક દિવસ પહેલા તે જ મિશનમાં અન્ય એક અમેરિકી પાયલટને બચાવવામાં આવ્યો હતો. બીજા ઓપરેશનને ગુપ્ત રાખવામાં આવ્યું હતું જેથી બીજા એરમેનનું લોકેશન જોખમમાં ન મુકાય. ઈરાનના એક સુરક્ષા અધિકારીએ રવિવારે ચેતવણી આપતા કહ્યું કે, “અમારી પાસે અમેરિકા અને ઈઝરાયલ માટે મોટું સરપ્રાઈઝ છે, બસ થોડી રાહ જોવી પડશે.” ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, તેમણે અમેરિકાના નિશાનોને ખોટા ગણાવ્યા અને પુલો પર હુમલાની ટ્રમ્પની ધમકીને મજાકિયા કહી. તેમણે કહ્યું કે આ ધમકીઓ અમેરિકી સૈન્ય કાર્યવાહીની નિષ્ફળતા દર્શાવે છે. તે જ સમયે, ઈરાની અધિકારીઓએ કહ્યું કે જો હુમલા વધારવામાં આવશે તો અમેરિકાની હાલત નર્ક કરતાં પણ ખરાબ થઈ શકે છે. આર્મી હેડક્વાર્ટર ખાતમ અલ-અનબિયાના પ્રવક્તા ઇબ્રાહિમ ઝુલ્ફાગારીએ કહ્યું કે, “ઈરાનને હરાવવાનું સપનું હવે એક દલદલ બની ગયું છે, જેમાં અમેરિકા અને ઇઝરાયલ ફસાતા જઈ રહ્યા છે.” ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    RBI મીટિંગમાં વ્યાજ દરમાં ફેરફારની શક્યતા ઓછી:SBI રિસર્ચ- ગ્લોબલ નિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ભાવ તેનું કારણ, હાલમાં રેપો રેટ 5.25%
    Next Article
    સુરત મનપા ચૂંટણી માટે AAPના 75 ઉમેદવાર જાહેર:2021માં પાર્ટીએ 27 બેઠક જીત હતી, બાકીના 45ની જાહેરાત હવે કરાશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment