Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનાર પટેલ સંભાળશે ખોડલધામની ધૂરા?:નરેશ પટેલે આપ્યો સંકેત, બેંક કર્મચારીએ RBIને 8.70 કરોડનો ચૂનો લગાવ્યો, નવ દિવસમાં ત્રીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

    1 week ago

    9 દિવસમાં ત્રીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ પેટ્રોલ ડીઝલના ભાવમાં 9 દિવસમાં ત્રીજી વખત વધારો કરાયો. અમદાવાદમાં પેટ્રોલ 99.07 અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લિટર થયું છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 260માંથી 133 તાલુકા પંચાયતના પ્રમુખોની જાહેરાત રાજ્યમાં 260માંથી 133 તાલુકા પંચાયતના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી.. ક્યાંક ચીઠ્ઠી ઉછાળીને સત્તા મેળવી તો ક્યાંક બિનહરીફ ચૂંટાયા.. ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24મેએ દિલ્હીમાં આદિવાસીઓની મહારેલી 24મેએ આદિવાસીઓ દિલ્લીમાં મહારેલી કરશે. ગુજરાતના પણ 6 હજાર આદિવાસીઓ રેલીમાં ભાગ લેશે સામાજિક પરંપરાઓને બચાવવા અને ધર્માંતરણ કરનારાઓને અનામતનો લાભ ન મળે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આવેદન પત્ર આપશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શું નરેશ પટેલ નિવૃત્તિ લેશે ? ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે નિવૃત્તિના સંકેત આપ્યા. તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું કે તેમના પરિવારમાંથી કોઈ તેમની જગ્યા નહીં લે. જેનાથી એ પણ ચર્ચા છે કે અનાર પટેલ આગામી સમયમાં નરેશ પટેલની જગ્યા લેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો BOBના કર્મીએ RBIના 8.70ક કરોડ લૂંટ્યા અમદાવાદના કાલુપુરમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી આરબીઆઈના 8.70 કરોડ રુ.ચોરી કરનાર આરોપી ઝડપાયો. આરોપી બેન્કનો કર્મચારી જ હતો. ચોરેલા રુપિયામાંથી તેણે 2 કરોડનો બંગલો અને 1.40 કરોડની દુકાન ખરીદી હતી. પોલીસે આરોપી પાસેથી 2.20 કરોડની રોકડ કબજે કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેલ્સગર્લના ક્રાઈમ બ્રાંચ અને નિકોલ પોલીસ પર આક્ષેપ નિકોલના જ્વેલર્સમાંથી 1.66 કરોડના દાગીના ચોરી કરનાર સેલ્સ ગર્લનો ક્રાઈમ બ્રાંચ પર આક્ષેપ. કહ્યું ક્રાઈમ બ્રાંચે સોનું અને 1 લાખ રૂપિયા પડાવ્યા છે.જે બાદ કોર્ટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ ફટકારી છે. સોમવારે આ મામલે સુનાવણી હાથ ધરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિક્ષા- ટ્રક વચ્ચે ટક્કર, એકનું મોત વડોદરાના સાવલી મુવાલ રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર.. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રત્નાકર 3 બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી અમદાવાદના સેટેલાઇટમાં રત્નાકર 3 બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગી. .બેડરુમમાં લાગેલી આગે ત્રણ રુમને ચપેટમાં લીધા. 6 ગાડીએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માટીની ભેખડ ધસી પડતા મોત બે શ્રમિકોના મોત વડોદરાના ડેસરમાં ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન માટીની ભેખડ ધસી પડતા બે મજૂરોના મોત થયા.. ઘટના બનતા જ ખનન માફિયાઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વરસાદની આગાહી વચ્ચે પણ આકરી ગરમી વરસાદની આગાહી વચ્ચે પણ રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત.. સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું.. તો 43.3 ડિગ્રી સાથે અમદાવાદ બીજા નંબરે રહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ભારતમાં ભાવ વધ્યા, પાકિસ્તાને પેટ્રોલ-ડીઝલ સસ્તાં કર્યા:પેટ્રોલમાં 6 અને ડીઝલમાં 6.60 રૂપિયાનો ઘટાડો, અઠવાડિયામાં 11 રૂપિયા સસ્તાં; ઈન્ડિયામાં 9 દિવસમાં ₹5 રૂપિયા વધ્યા
    Next Article
    ગોધરામાં ગેરેજમાં ભીષણ આગ:બેઠક મંદિર રોડ પર અનેક મોટરસાઈકલો બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment