Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    QR કોડમાં છેડછાડ કરીને લાખોની ઠગાઈ:અજય મોદી ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ન આપતા યુવતીએ QR કોડથી ગ્રાહકોના 33.87 લાખ પોતાના ખાતામાં મેળવી લીધા

    13 hours ago

    અમદાવાદમાં માનસી સર્કલ પાસે આવેલી જાણીતી અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે એક મહિલાએ છેતરપિંડી કરી છે. આ કંપનીમાં કામ કરતી મહિલાએ બુકીંગના નામે 33.87 લાખની છેતરપિંડી આચરી છે. મહિલાને ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ન મળતા તેણે બુકીંગ પર કમિશનના નામે વ્યવસાય કર્યો હતો. મહિલાએ QR કોડમાં સેટિંગ કરીને ગ્રાહકોના નાણાં બારોબાર હડપ કરી દીધા હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધ્યો છે. બુકિંગ આપવા બદલ કમિશન આપવાનું નક્કી કર્યુ હતું વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલી અજય મોદી ટ્રાવેલ્સના આલાપ મોદીની કંપનીમાં ચારેક વર્ષ પહેલા ઉન્નતિ પટેલ (રહે.ગણેશ પરિસર, જગતપુર) નામની યુવતી કામ કરતી હતી. ઉન્નતિએ થોડા સમય પહેલા ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝીની માંગણી કરી હતી, પરંતુ આલાપ મોદીએ ફ્રેન્ચાઇઝી આપવાની ના પાડી હતી. બુકિંગ આપવા બદલ ઉન્નતિને કમિશન આપવાનું નક્કી કર્યુ હતું, પરંતુ ઉન્નતિએ ગાંધીનગરની કુડાસણ સ્થિત એક બેંકમાં ઉન્નતિ એન્ટરપ્રાઇઝ નામનું એકાઉન્ટ ખોલાવીને QR કોડમાં એવી ગોઠવણ કરી હતી કે, તેમાં અજય મોદી ટ્રાવેલ્સ બતાવવામાં આવતુ હતું. બુકિંગના પૈસા ઉન્નતિના એકાઉન્ટમાં જતા હતા ઉન્નતિએ કરેલી ગોઠવણના કારણે બુકિંગના પૈસા ઉન્નતિના એકાઉન્ટમાં જતા હતા. ફક્ત એટલું જ નહી તે એર ટિકિટ બુક કરાવતી, પરંતુ ફ્લાઇટ કેન્સલ થતાં ગ્રાહકોએ આલાપભાઇને ફરિયાદ કરતા સમગ્ર મામલે તપાસ કરતા ઉન્નતિએ આચરેલા કૌભાંડનો ભાંડો ફુટ્યો હતો. ઉન્નતિ પટેલે ગ્રાહકો પાસેથી 33.87 લાખની છેતરપિંડી આચરતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Hafta letters: Abhinandan’s cricket views, Swamy interview cuts, euthanasia discussion
    Next Article
    થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માત, એક યુવકનું મોત:કાર-ઇકો અથડામણમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment