Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    QR કોડ સ્કેન કરાવી 10 હજાર પડાવ્યા:તળાજા હાઇ-વે પરથી રત્નકલાકારનું અપહરણ કરી 10 હજારની લૂંટ, 4 સામે ગુનો નોંધાયો

    8 hours ago

    ભાવનગર નજીક આવેલા બુધેલ ચોકડી પાસેથી એક રત્નકલાકાર યુવકનું કારમાં અપહરણ કરી, છરીની અણીએ ઢોરમાર મારી બળજબરીપૂર્વક ઓનલાઇન નાણાં પડાવી લેવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. રસ્તો પૂછવાના બહાને કારમાં બેસાડી ગયેલા ચાર અજાણ્યા શખ્સોએ યુવકને હાઇવે પર ફેરવીને જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે વરતેજ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. રસ્તો પૂછવાના બહાને કાર નજીક બોલાવ્યો વરતેજ પોલીસ મથકેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, બુધેલ ગામમાં રહેતા 28 વર્ષીય રત્નકલાકાર હિરેન પોપટભાઈ પરમાર ગત 9 સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે 10 વાગ્યાની આસપાસ બુધેલ ચોકડી પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સફેદ રંગની બલેનો કાર (નંબર GJ-04-EE-6966) માં સવાર થઈને ચાર શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે રસ્તો પૂછવાના બહાને હિરેનને પાસે બોલાવી અચાનક બળજબરીપૂર્વક કારની અંદર ધકેલી દીધો હતો અને કાર તળાજા હાઇવે તથા કોબડી ટોલનાકા તરફ હંકારી મૂકી હતી. લંડન રહેતા મિત્ર પાસેથી ₹10,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા કારમાં બેસાડ્યા બાદ ચારેય આરોપીઓએ હિરેનને બેફામ ગાળો આપી ઢીંકાપાટુનો નિર્દયી માર મારવાનું શરૂ કર્યું હતું. એક શખ્સે છરો કાઢીને ગળા પર મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી તાત્કાલિક રોકડ રકમની માંગણી કરી હતી. હિરેન પાસે પૈસા ન હોવાથી તેણે લંડન રહેતા પોતાના મિત્ર ઋત્વિકને ફોન કરીને તાત્કાલિક મદદ માંગી હતી. લૂંટારુઓએ હિરેનને 'જિગ્નેશ કંટેરિયા' ના નામે રહેલો ગૂગલ પે QR કોડ મોકલ્યો હતો, જેના પર લંડનથી મિત્ર પાસે ₹10,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. વરતેજ પોલીસે 4 લૂંટારુઓ સામે ગુનો નોંધ્યો ઓનલાઇન ખાતામાં ₹10,000 જમા થઈ ગયાની ખાતરી થતાં જ આરોપીઓ હિરેનને ફરી બુધેલ ચોકડી પાસે લાવી રસ્તા પર ઉતારીને અંધારામાં ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર યુવકના જણાવ્યા અનુસાર, કારમાં સવાર આરોપીઓ એકબીજાને માનવ, જયદીપ, નિખિલ અને તુષાર કહીને બોલાવી રહ્યા હતા. ભોગ બનનારની વિગતવાર ફરિયાદના આધારે વરતેજ પોલીસે અપહરણ, લૂંટ અને મારપીટનો ગુનો દાખલ કરી ગાડીના નંબર અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વિગતોના આધારે આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ​રાજકોટમાં આપઘાતના બે બનાવ:સોફ્ટવેર એન્જીનીયરે આર્થિક ભીંસથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ અને આધેડે દારૂની કુટેવથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
    Next Article
    લાંબા વિરામ બાદ વડોદરાના મેઘરાજાની એન્ટ્રી:સમી સાંજે ધોધમાર વરસાદ, નોકરીથી પરત ફરતા લોકોને હાલાકી; અસહ્ય ગરમીથી રાહત, ખેડૂતોમાં ખુશીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment