Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંબા વિરામ બાદ વડોદરાના મેઘરાજાની એન્ટ્રી:સમી સાંજે ધોધમાર વરસાદ, નોકરીથી પરત ફરતા લોકોને હાલાકી; અસહ્ય ગરમીથી રાહત, ખેડૂતોમાં ખુશીનો માહોલ

    6 hours ago

    વડોદરા શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ સમી સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. દિવસભરના અસહ્ય ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે નોકરી-ધંધેથી ઘર તરફ પરત ફરી રહેલા વાહનચાલકો અને રાહદારીઓને થોડી હાલાકી ભોગવવી પડી હતી, પરંતુ અસહ્ય ઉકળાટથી મોટી રાહત મળી છે. વડોદરા જિલ્લામાં વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી શહેરના રાવપુરા, ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, સુભાનપુરા, સયાજીગંજ, પાણીગેટ, માંડવી અને હરણી સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ છૂટોછવાયો અને સારો વરસાદ વરસ્યો છે. વાવણી કાર્ય પૂર્ણ કર્યા બાદ સારા વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં આ વરસાદથી ખુશીનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    QR કોડ સ્કેન કરાવી 10 હજાર પડાવ્યા:તળાજા હાઇ-વે પરથી રત્નકલાકારનું અપહરણ કરી 10 હજારની લૂંટ, 4 સામે ગુનો નોંધાયો
    Next Article
    बिजनौर के आरजीपी इंटर कॉलेज के बच्चों ने गंदे पानी का वीडियो किया वायरल, प्रिंसिपल ने दी सफाई

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment