Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિમાં હવે ફેસ સ્કેનિંગથી મેદાનમાં એન્ટ્રી મળશે:ટિકિટ કે QR કોડની જરૂર નહીં, 10થી વધુ નવરાત્રિ ઈવેન્ટમાં ફેસ સ્કેનિંગ સિસ્ટમ માટે ટાઈઅપ

    7 hours ago

    નવરાત્રિમાં ગરબે રમવા જતા લોકો માટે આ વર્ષે ટેક્નોલોજી આધારિત નવી સુવિધા જોવા મળશે. ફેસપાસ દ્વારા નવરાત્રિના વિવિધ આયોજકો સાથે ફેસ સ્કેનિંગ સિસ્ટમ માટે ટાઈઅપ કરવામાં આવ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ભલગતના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 10થી વધુ નવરાત્રિ ઇવેન્ટમાં ફેસ સ્કેનિંગ સિસ્ટમ માટે ટાઈઅપ થઈ ચૂક્યું છે અને નવરાત્રિ પહેલા હજુ વધુ ઇવેન્ટમાં આ સિસ્ટમ લાગુ થઈ શકે છે. મોહિત ભલગતના જણાવ્યા પ્રમાણે, લોકો જ્યારે એપ્લિકેશન અથવા અન્ય ઓનલાઈન માધ્યમથી નવરાત્રિની ટિકિટ બુક કરશે, ત્યારે તેમણે પોતાનો ફેસ રજીસ્ટર કરવાનો રહેશે. એક વખત ફેસ રજીસ્ટર કર્યા બાદ નવરાત્રિના ગ્રાઉન્ડ પર પ્રવેશ સમયે ટિકિટ, QR કોડ કે હાથમાં પહેરવાનો બેન્ડ રાખવાની જરૂર નહીં રહે. માત્ર ફેસ સ્કેન કરાવવાથી એન્ટ્રી મળી જશે. આ વ્યવસ્થાથી સમયની બચત થશે અને બોક્સ ઓફિસ પર ટિકિટ લેવા થતી ભીડમાં પણ ઘટાડો થશે. 'ફેસ સ્કેનિંગથી ટિકિટના ફ્રોડને રોકી શકાશે' ફેસપાસની કંપનીના અન્ય કો-ફાઉન્ડર વિશેષ ઠક્કરે જણાવ્યું કે, ફેસ સ્કેનિંગ સિસ્ટમથી ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન થતા ફ્રોડને પણ રોકી શકાશે. ઘણીવાર નવરાત્રીના પાસ ખરીદતી વખતે લોકો છેતરપિંડીનો ભોગ બને છે, પરંતુ એક વખત ફેસ રજીસ્ટર કર્યા બાદ સંબંધિત વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવેલા પાસ સાથે તેની ઓળખ સીધી જોડાઈ જશે. ખાસ વાત એ છે કે ફેસ રજીસ્ટર કર્યા બાદ ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે. લોકો જે-જે નવરાત્રી ઇવેન્ટમાં જવા માંગતા હોય તેના પાસ ખરીદીને ફેસ સ્કેનિંગ મારફતે સરળતાથી એન્ટ્રી મેળવી શકશે. 'મેકઅપ કર્યો હશે તો પણ ફેસ સ્કેન લેશે' આ સિસ્ટમની વધુ એક ખાસિયત એ છે કે મેકઅપ, હેરસ્ટાઈલ, લેન્સ કે અન્ય લુક બદલ્યા બાદ પણ ફેસ સ્કેનિંગ સિસ્ટમ વ્યક્તિને ઓળખી શકશે. એટલે કે ફેસ રજીસ્ટર કરતી વખતે સામાન્ય લુક હોય અને નવરાત્રિ દરમિયાન મેકઅપ તથા અલગ હેરસ્ટાઈલ કરવામાં આવી હોય તો પણ સ્કેનિંગ દ્વારા એન્ટ્રી મેળવી શકાશે. ફેસ સ્કેનિંગ સિસ્ટમમાં રજીસ્ટર્ડ વ્યક્તિને ફક્ત ત્રણ જ સેકન્ડમાં ઓળખી લેશે અને તેનો ગેટ ઓપન થતા એન્ટ્રી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક નવરાત્રિ ઈવેન્ટમાં આશરે 10 ફેસ સ્કેનિંગ મશીન મૂકવામાં આવશે, જેથી એકસાથે અનેક લોકો ઝડપથી પ્રવેશી શકે અને ગેટ પર લાંબી કતારો ન લાગે. અનેક નવરાત્રિ ઈવેન્ટમાં ફેસ સ્કેનિંગ સિસ્ટમ લાગૂ થશે જો કોઈ વ્યક્તિએ ફેસ રજીસ્ટર કરાવ્યું ન હોય અને ટિકિટ ખરીદ્યા વગર પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તો સિસ્ટમ તેને ઓળખી શકશે અને એલાર્મ વાગશે. જેના કારણે અનધિકૃત રીતે ગ્રાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ અટકાવી શકાશે. ફેસપાસની વેબસાઈટ પર ઉપલબ્ધ ઇવેન્ટ્સમાંથી સંબંધિત નવરાત્રી પસંદ કરીને ફેસ રજીસ્ટર કરી શકાશે. https://facepassevents.com/events આ લિંક મારફતે નવરાત્રિ ઇવેન્ટ માટે પોતાનો પાસ ખરીદીને ફેસ રજીસ્ટર કરી શકો છો. હાલમાં પિંક બટરફ્લાય, અયોધ્યા બાય રત્નંજલિ, દિવ્યરાત્રી, નેચર ઍજ, રૂડા, મંડલમ, 8 આવર્સ અને પંખીડા સહિતની અનેક નવરાત્રિ ઈવેન્ટમાં ફેસ સ્કેનિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. નવરાત્રી શરૂ થાય તે પહેલાં આ યાદીમાં હજુ વધુ ઇવેન્ટ્સનો ઉમેરો થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    જાણીતી કંપનીના નામે નકલી સ્લીપર-કપડાં વેચતા વેપારી પર દરોડા:દાણીલીમડામાં 3 દુકાનોમાંથી રૂ. 5 લાખનો મુદ્દામાલ મળી આવ્યો, કોપીરાઈટ એક્ટ હેઠળ કાર્યવાહી
    Next Article
    Opinion: Opinion | US Can Threaten, Not Dictate: What India's Iran Message Really Means

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment