Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં હવે ખાનગી વાહનો પણ ઈ-ડિટેક્શનના રડારમાં:ટોલ પ્લાઝા પર નંબર પ્લેટ સ્કેન કરી PUC, વીમા અને RCની તપાસ થશે, દસ્તાવેજો એક્સપાયર હશે તો ઘરેબેઠા ઈ-ચલણ મળશે

    8 hours ago

    ગુજરાતમાં હવે હાઈ-વે પર મુસાફરી કરતા ખાનગી વાહનચાલકોએ પણ પોતાના વાહનના દસ્તાવેજો અપડેટ રાખવા પડશે. રાજ્યમાં માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે હવે ખાનગી વાહનોમાં પણ ઈ-ડિટેક્શન સિસ્ટમથી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. અત્યાર સુધી આ સિસ્ટમ હેઠળ મુખ્યત્વે ટ્રક, બસ અને અન્ય કોમર્શિયલ વાહનોનાં દસ્તાવેજોની તપાસ થતી હતી, પરંતુ હવે તેનો વ્યાપ વધારી ખાનગી વાહનોને પણ આવરી લેવામાં આવશે. ટોલ પ્લાઝા પર કેમેરા નંબર પ્લેટ સ્કેન કરશે ઈ-ડિટેક્શન સિસ્ટમ અંતર્ગત હાઈ-વે પર આવેલા ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનોની નંબર પ્લેટ કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ સિસ્ટમમાં ઉપલબ્ધ વાહનના રેકોર્ડના આધારે જરૂરી દસ્તાવેજોની માન્યતા અને સમયમર્યાદાની તપાસ કરવામાં આવશે. જો કોઈ દસ્તાવેજની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હશે અથવા તે અમાન્ય હશે તો સંબંધિત વાહનચાલક સામે નિયમ મુજબ ઈ-ચલણની કાર્યવાહી કરવામાં આવશે. આ ત્રણ દસ્તાવેજો નહીં હોય તો મુશ્કેલી થઈ શકે છે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ખાનગી વાહનચાલકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના વાહનના નીચે મુજબના ત્રણ દસ્તાવેજો હંમેશાં માન્ય રાખે. દસ્તાવેજોની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં રિન્યુ કરાવવા અપીલ વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ વાહનચાલકોને અપીલ કરી છે કે, તેઓ હાઈ-વે પર મુસાફરી કરતાં પહેલાં પોતાના વાહનના તમામ જરૂરી દસ્તાવેજોની માન્યતા તપાસી લે. ખાસ કરીને PUC, વીમો અને રજિસ્ટ્રેશનની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં તેનું નવીનીકરણ કરાવી લેવું જોઈએ. દસ્તાવેજો અમાન્ય જણાશે તો ઈ-ડિટેક્શન સિસ્ટમના આધારે ઈ-ચલણની કાર્યવાહી થઈ શકે છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ વાહનોને લગતા કાયદાકીય નિયમોનું પાલન કરાવવાની સાથે માર્ગ સલામતી વધુ સુદૃઢ બનાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- ભારત પાસે 36 નહીં, 32 સક્રિય રાફેલ:પૂર્વ વાયુસેના ઉપપ્રમુખે રિપોર્ટ ખોટો ગણાવ્યો, પાકિસ્તાને ઓપરેશન સિંદૂરમાં તોડી પાડવાનો દાવો કર્યો હતો
    Next Article
    આમ આદમી પાર્ટીએ મોંઘવારી સામે રેલી કાઢી:ખીજડીયા હનુમાન મંદિરથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી યોજી; ભાવ ઘટાડવા અને ખેડૂતોને રાહત આપવા આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment