Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા PTC કોલેજમાં આપઘાત નિવારણ કાર્યક્રમ યોજાયો:યુવા માનસિક સમસ્યાઓ અને હતાશા અંગે નિષ્ણાતનું માર્ગદર્શન

    23 hours ago

    મોડાસાની એમ.કે. શાહ લાટીવાળા પી.ટી.સી. કોલેજ ખાતે યુવા વયની માનસિક સમસ્યાઓ, હતાશા અને આપઘાત નિવારણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે એક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં માનસિક રોગ નિષ્ણાત ડૉ. કેયાબેન પ્રજાપતિએ હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને યુવા અવસ્થામાં ઉદ્ભવતી માનસિક સમસ્યાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડૉ. પ્રજાપતિએ હતાશા, માનસિક તણાવ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પરિવારજનો, મિત્રો, શિક્ષકો તથા માનસિક આરોગ્ય નિષ્ણાતની સમયસર મદદ લેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના પ્રારંભે પ્રો. હિતેશભાઈ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. સંતોષ દેવકરે ડૉ. કેયાબેન પ્રજાપતિનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ડૉ. કેયાબેન પ્રજાપતિએ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લેઆમ વાત કરવા, પોતાની સમસ્યાઓ વિશ્વાસુ વ્યક્તિ સાથે શેર કરવા અને જરૂર જણાય ત્યારે નિષ્ણાતની મદદ લેવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓને અવગણવાને બદલે સમયસર ઓળખી યોગ્ય સહાય મેળવવી અત્યંત આવશ્યક છે. આ માર્ગદર્શન કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવાઈ હતી. તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની અને અન્યની મદદ કેવી રીતે કરી શકાય તે અંગે મહત્વપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ હતી.આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકગણ અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, આચાર્ય ડૉ. સંતોષ દેવકરે ડૉ. કેયાબેન કંદર્પભાઈ પ્રજાપતિનો આ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિષય પર માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કોલેજ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ અને પ્રભારી મંત્રી જયેશભાઈ દોશીએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    શું બ્રિટનમાં શરિયા કાયદો આવશે?:લંડનમાં પાકિસ્તાની ઝંડાથી બ્રિટિશરો ફફડ્યાં; જાણો વસ્તી વધારાનું ચોંકાવનાર રહસ્ય અને યુરોપનો ઈસ્લામોફોબિયા
    Next Article
    સુરત બાદ હવે અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશન:ખાનગી પ્લોટમાં દુકાનો તોડી પાડી, કોર્પોરેશને કરાવ્યું હોવાનું ખાનગી એજન્સીના માણસે વીડિયોમાં કબૂલ્યું; AMCએ ના પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment