Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બારી સાથે દોરી બાંધી ફાંસો ખાધો:સુરતમાં PT સાયન્સ કોલેજની MSc ITની વિદ્યાર્થિનીનો આપઘાત, પિતા ટેમ્પો ચલાવી દીકરીને ભણાવતા હતા

    16 hours ago

    સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કરુણ ઘટના સામે આવી છે. અઠવાલાઇન્સ ખાતે આવેલી પ્રતિષ્ઠિત પીટી સાયન્સ કોલેજમાં એમએસસી આઈટી (MSc IT) ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રાથમિક માહિતી અનુસાર, યુવતી છેલ્લા કેટલાક દિવસોથી ભારે ડિપ્રેશનમાં હોવાને કારણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું છે. આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર ડીંડોલીમાં રહે છે મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના વતની અને હાલ સુરતના ડીંડોલી નવાગામ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી નગરમાં રાહુલભાઈ દેવરે પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ વ્યવસાયે ટેમ્પો ડ્રાઇવિંગ કરીને પરિવારનું માંડ-માંડ ગુજરાન ચલાવે છે. રાહુલભાઈને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. સંતાનો ભણી-ગણીને આગળ વધે તે માટે પિતા દિવસ-રાત મહેનત કરતા હતા. તેમની ૧૯ વર્ષીય દીકરી મોહિની ભણવામાં હોશિયાર હોવાથી તે પીટી સાયન્સ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી. દીકરી છેલ્લા 15-20 દિવસથી ગુમસુમ રહેતી હતી પરિવારના જણાવ્યા અનુસાર, કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મોહિની છેલ્લા 15થી 20 દિવસથી કોઈક અગમ્ય કારણોસર ભારે ડિપ્રેશનમાં રહેતી હતી. તે અચાનક જ શાંત થઈ ગઈ હતી અને ઘરમાં ગુમસુમ ફરતી હતી. દીકરીની આવી હાલત જોઈને ચિંતિત થયેલા પરિવારે તેને એકથી વધુ વખત પ્રેમથી પૂછપરછ પણ કરી હતી કે, 'બેટા, તને શું તકલીફ છે? કેમ આટલી ગુમસુમ રહે છે?' પરંતુ મોહિનીએ પરિવારને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને પોતાની મનની વાત મનમાં જ રાખી હતી. બપોરે ઘરમાં કોઈ ન હતું ત્યારે બારી સાથે દોરી બાંધી ફાંસો ખાધો રવિવારે બપોરના સમયે જ્યારે ઘરના સભ્યો અન્ય કામમાં વ્યસ્ત હતા, ત્યારે મોહિનીએ પોતાના રૂમમાં જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેણે રૂમની બારી સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. થોડીવાર પછી પિતા જ્યારે રૂમ તરફ ગયા ત્યારે દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કરી ઘટનાની જાણ થતાં જ ગભરાયેલા પિતાએ આસપાસના લોકોની મદદથી તાત્કાલિક મોહિનીને ફાંસા પરથી નીચે ઉતારી હતી. તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. આપઘાતનું કારણ અકબંધ હાલ ડીંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મોહિનીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે. મોહિનીના આપઘાત પાછળ કોલેજનું કે અભ્યાસનું કોઈ પ્રેશર હતું, કે પછી અન્ય કોઈ વ્યક્તિગત કારણ હતું, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. હોશિયાર દીકરીના આવા આકસ્મિક પગલાથી સ્થાનિક વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    મોદી સરકારના સુશાસનના વર્ષોની ઉજવણી:કેન્દ્ર સરકારના સુશાસનના સફળ 12 વર્ષ પૂર્ણ થતા જૂનાગઢમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિકાસ કાર્યો અને લોકકલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓની ચર્ચા કરાય
    Next Article
    ઘોઘાના કંટાળા ગામે રસ્તા બાબતે દંપતી સહિત 5 શખ્સોનો હુમલો:વાડીએથી પરત ફરતા યુવક અને વૃદ્ધ દાદાને ધોકા-પાઈપ વડે માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment