Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ ટેક્નિકલ કેડર ભરતીનું અપડેટ:PSI-TOની Final Answer Key જાહેર, ઉમેદવારો ગુણ ચકાસી શકશે

    8 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ટેક્નિકલ કેડર (વાયરલેસ) ની ભરતી અંગે મહત્વનું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. તા. 23 ઓગસ્ટ 2026ના રોજ લેવાયેલી PSI અને ટેક્નિકલ ઓપરેટર (T.O.)ની લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા કુલ 790 જગ્યાઓ માટે યોજાઈ હતી, જેમાં આશરે 12 હજાર ઉમેદવારોએ ભાગ લીધો હતો. ભરતી બોર્ડે તા. 8 ઓક્ટોબર 2026ના રોજ નોટિસ જાહેર કરીને ઉમેદવારોને પોતાના પરીક્ષાના ગુણ જોવા માટે સત્તાવાર વેબસાઇટ પર લિંક ઉપલબ્ધ કરાવી છે. ઉમેદવારો પોતાના ગુણ અને પરીક્ષાની વિગતો ચકાસી શકશે. OMR શીટની પુનઃચકાસણી માટે પણ તક તા. 3 ઓક્ટોબર 2026ના રોજ લેવાયેલી Technical Servicesની પરીક્ષા અંગે પણ ભરતી બોર્ડે મહત્વની માહિતી આપી છે. નિયમો મુજબ જે ઉમેદવારો પોતાની OMR શીટની પુનઃચકાસણી (રી-ચેકિંગ) કરાવવા ઇચ્છતા હોય તેઓ 7 દિવસમાં ₹300ની ડિમાન્ડ ડ્રાફ્ટ ફી સાથે અરજી કરી શકશે. આ અરજી તા. 14 ઓક્ટોબર 2026 સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. G-12, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર-9, ગાંધીનગર ખાતે મોકલી શકાશે. પરીક્ષા કેન્દ્રોના CCTVની ચકાસણી ચાલુ લેખિત પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લેવાયેલા પરીક્ષા કેન્દ્રોના CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી હાલમાં ચાલી રહી છે. CCTV ચકાસણી પૂર્ણ થયા બાદ નિયમોનુસાર દસ્તાવેજોની ચકાસણી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારો વધુ માહિતી અને પોતાના ગુણ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર વિગતો જોઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    ધ્રુવ રાઠીની મોદીને ચેલેન્જ:જ્ઞાનેશ કુમાર વિવાદમાં એન્ટ્રી, ચૂંટણીપંચમાં ગરબડ અંગે 5 મુદ્દા પર ઘમસાણ, જાણો વિવાદની ઇનડેપ્થ સ્ટોરી
    Next Article
    બીલીમોરામાં ટીબી મુક્ત અભિયાન હેઠળ 'જોશ ટીમ'નો શુભારંભ:નગરપાલિકા હોલમાં કરાયો, 25 ટીબી દર્દીઓને પોષણ કીટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment