Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગાર રેડ તોડકાંડ: બે PSI સસ્પેન્ડ, પાંચ લાખનો તોડ:મહિલા PSIની રજૂઆત બાદ રેન્જ IGએ લીધા પગલાં

    23 hours ago

    ગીર સોમનાથ પોલીસમાં ચર્ચાસ્પદ બનેલા હોટલ રોયલ મેન્શન જુગાર રેડ પ્રકરણમાં મોટો વળાંક આવ્યો છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારની હોટેલ રોયલ મેન્શનમાં 20 જુલાઈની મધરાતે પાડવામાં આવેલી જુગાર રેડ બાદ પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો ઊભા થતાં જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ દાખલારૂપ કાર્યવાહી કરતાં SOGના PSI ડી.એમ. કાગડા તથા તત્કાલીન LCB અને હાલ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા PSI એચ.એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. રેન્જ IG રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે હોટલ રોયલ મેન્શન જુગાર રેડ સંદર્ભે કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન બેદરકારી અને ગેરરીતિ સામે આવતા બંને અધિકારીઓને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રકરણની વધુ તપાસ ચાલુ છે અને જરૂરી વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 20 જુલાઈની રાત્રે વેરાવળ-કોડીનાર હાઇવે પર કાજલી-બાદલપરા વચ્ચે આવેલી હોટેલ રોયલ મેન્શનમાં LCBએ દરોડો પાડી સાત વ્યક્તિઓને તીનપત્તી રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 4.73 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એક મહિલા PSI પણ સ્થળ પર હાજર હોવાનો અને તેમને આરોપી તરીકે દર્શાવવામાં ન આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પોલીસના જ કેટલાક અધિકારીઓએ મહિલા PSI પાસેથી આશરે પાંચ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો દાવો પોલીસ સૂત્રોમાંથી સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ત્યારબાદ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ સંબંધિત મહિલા PSI સામે અન્ય કારણ દર્શાવી સસ્પેન્ડ કરી દીધેલ, પાંચ લાખ નો તોડ પણ થયો અને સસ્પેન્ડ પણ થતાં મહિલા PSIએ સીધા જ રેન્જ IG રાજેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી સમગ્ર ઘટનાક્રમની સ્ફોટક વિગતો આપી હતી. રેન્જ IG ચુડાસમા એ ઘટના ની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલિક ઇન્કવાયરી ના આદેશ આપેલ જેમાં હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં મહિલા PSI ની રજુઆત ને સમર્થન મળતા અને કેટલાક મુદ્દાઓમાં ગેરરીતિ સામે આવતા બે PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું છે. જો કે તપાસ માં હજુ પણ વધુ અધિકારી અને કર્મચારીઓ સામે તવાઈ આવે તો નવાઈ નહીં.
    Click here to Read More
    Previous Article
    બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ:વડોદરાની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ; નવસારીમાં 160 રસ્તા બંધ, અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં ‘રેડ એલર્ટ’
    Next Article
    સિદ્ધપુર સગીરા દુષ્કર્મ કેસ: મૌલવીને 20 વર્ષની સખત કેદ:પાટણ પોકસો કોર્ટે રૂ.27 હજાર દંડ, પીડિતાને ₹4 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment