Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુર સગીરા દુષ્કર્મ કેસ: મૌલવીને 20 વર્ષની સખત કેદ:પાટણ પોકસો કોર્ટે રૂ.27 હજાર દંડ, પીડિતાને ₹4 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો

    1 day ago

    પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટે સિદ્ધપુરની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મૌલવી દુઝાના મહેબૂબભાઈ સેલીયાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને ₹27,000નો દંડ પણ કર્યો છે અને તેમાંથી પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આશરે એક વર્ષ પહેલા સિદ્ધપુરની 14 વર્ષ અને 6 માસની સગીરા બીમાર રહેતી હોવાથી તેના પિતાએ ધાર્મિક વિધિ અને ઈલાજ માટે પાલનપુરના ગઠામણ ગામના મૌલવી મહેબુબભાઈ સેલીયાને ઘરે બોલાવ્યા હતા. ઈલાજના બહાને આરોપી સગીરાના ઘરે એકાદ મહિનો રોકાયો હતો. આ દરમિયાન તેણે સગીરાને પોતાની તરફ આકર્ષિત કરી મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ 24 ફેબ્રુઆરી, 2025ના રોજ સગીરા શાળામાં વિદાય સમારંભ માટે ગઈ હતી, જ્યાંથી આરોપી તેને બાઈક પર બેસાડી પાલનપુર લઈ ગયો હતો. ત્યાંથી આબુરોડ અને અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાઓએ ફેરવી હતી. આ મુસાફરી દરમિયાન આરોપીએ ટ્રેનના શૌચાલયમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ઘરે પરત ન ફરતાં તેના પિતાએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસે સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા. તપાસ અધિકારી ASI રામદયાલ શર્મા અને PI જે.બી. આચાર્ય દ્વારા સગીરા અને આરોપીના કપડાં તેમજ તબીબી સેમ્પલો FSLમાં મોકલવામાં આવ્યા હતા. FSL અહેવાલમાં સગીરાના કપડાં પરથી આરોપીના બ્લડ ગ્રુપ B ધરાવતું શુક્રાણુ મળી આવ્યું હતું. આ ઉપરાંત, આબુરોડ રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ પણ ડિજિટલ પુરાવા તરીકે રજૂ કરાયા હતા. પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટના જજ કે. જે. મોદી સમક્ષ ચાલેલા કેસમાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે 13 મૌખિક સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જન્મ-મરણ નોંધણી રજિસ્ટરના આધારે બનાવ સમયે સગીરાની ઉંમર 14 વર્ષ, 06 માસ અને 26 દિવસ હોવાનું સાબિત થયું હતું. સગીરા, તેના માતા-પિતા અને તબીબી અધિકારીઓની જુબાનીના આધારે અદાલતે આરોપી મૌલવી દુઝાના મહેબૂબભાઈ સેલીયા (ઉંમર 21) ને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    જુગાર રેડ તોડકાંડ: બે PSI સસ્પેન્ડ, પાંચ લાખનો તોડ:મહિલા PSIની રજૂઆત બાદ રેન્જ IGએ લીધા પગલાં
    Next Article
    યુનિવર્સિટી ઉત્તરવહી કૌભાંડ: મુખ્ય આરોપીની જામીન અરજી ફગાવી:MBBSના નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલી પાસ કરાવાઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment