Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSI પર ફાયરિંગ કરનાર આરોપી સામે FIR:મર્ડર વિથ લૂંટમાં હથિયારોની રિકવરી વખતે બે રાઉન્ડ ફાયરિંગ કરતા મુખ્ય શૂટરને પોલીસે પગમાં ગોળી મારી

    2 days ago

    રાજકોટના તન્વી એક્સ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીને ગોળી મારી રૂ.1.53 કરોડની લૂંટ ચલાવવાના કેસમાં રિમાન્ડ હેઠળના આરોપી અનુરાગસિંગ રાજપૂતને ગુનામાં વપરાયેલા હથિયારની રિકવરી માટે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગુંદાળા ગામના પાટિયા નજીક લઈ જવામાં આવ્યો હતો. આ સમયે તેણે સંતાડીને રાખેલા હથિયારથી પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી ત્રીજો રાઉન્ડ ફાયર કરવાની કોશિશ કરતા પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરતાં જમણા પગના ઘૂંટણ ઉપર ગોળી વાગી હતી. ત્યારબાદ તેને પકડીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે અને તેની સામે એરપોર્ટ પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. બાવળની ઝાડીમાં સંતાડેલી દેશી બનાવટની પિસ્તોલ બતાવી થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ ડી.સી.બી. પોલીસ કરી રહી છે. આ કેસમાં અગાઉ 10 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. વધુ તપાસના ભાગરૂપે રિમાન્ડ પરના આરોપી અનુરાગસિંગ ઓમપ્રકાશસિંગ રાજપૂત (ઉં.વ.21, રહે. ઉત્તરપ્રદેશ)ને ગઈકાલે 16 ઓક્ટોબરે પોલીસ ટીમ બે પંચોની હાજરીમાં ગુંદાળા ગામના પાટિયા નજીક આર.કે. ઇન્ડસ્ટ્રીઝ પાસે લઈ ગઈ હતી. ત્યાં આરોપીએ બાવળની ઝાડીમાં સંતાડેલી દેશી બનાવટની પિસ્તોલ બતાવી હતી. પોલીસે આ પિસ્તોલ કબજે કરી તેની કિંમત રૂ.10 હજાર આંકી હતી. પગમાં ગોળી વાગતા આરોપી નીચે પડી ગયો જોકે, પંચનામાની આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આરોપીએ એક પોલીસ કર્મચારીને ધક્કો મારી હાથકડી છોડાવી હતી અને નજીકમાં સંતાડેલી બીજી પિસ્તોલ કાઢી પોલીસ ટીમ સામે તાકી દીધી હતી. આરોપીએ પોલીસને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. પોલીસે તેને હથિયાર નીચે મૂકી શરણે થવાની ચેતવણી આપી હતી, પરંતુ આરોપીએ પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી વધુ એક રાઉન્ડ ફાયર કરવાની કોશિશ કરતો હોવાના આક્ષેપ વચ્ચે પોલીસે સ્વબચાવમાં સરકારી હથિયારમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના જમણા પગમાં વાગતાં તે નીચે પડી ગયો હતો. પોલીસે તેની પાસેથી બીજી પિસ્તોલ પણ કબજે કરી હતી. અનુરાગસિંગ સામે વધુ એક ફરિયાદ ઇજાગ્રસ્ત આરોપી અનુરાગસિંહને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ડી.સી.બી. પોલીસના પો.સ.ઇ. વનરાજસિંહ ડોડીયાની ફરિયાદના આધારે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 132 અને 262, આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ) અને 27 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    SIR મુદ્દે કોંગ્રેસ-CJPના વિરોધ સામે ABVPએ મોરચો માંડ્યો:કાર્યકર્તાઓનો બેનરો-પોસ્ટરો સાથે રાજીવ ગાંધી ભવને વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ
    Next Article
    રાઘવજી પટેલ અને તા.પંચાયત પ્રમુખના પતિનો ઓડિયો વાઇરલ:જામનગરમાં ભાજપનો આંતરિક વિખવાદ ચગ્યો; ખાતમુહૂર્ત પત્રિકામાં નામ ન હોવાથી વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment