Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાઘવજી પટેલ અને તા.પંચાયત પ્રમુખના પતિનો ઓડિયો વાઇરલ:જામનગરમાં ભાજપનો આંતરિક વિખવાદ ચગ્યો; ખાતમુહૂર્ત પત્રિકામાં નામ ન હોવાથી વિવાદ

    1 day ago

    જામનગર જિલ્લા ભાજપમાં આંતરિક ખેંચતાણ અને વિખવાદ સપાટી પર આવ્યો છે. જોડિયા તાલુકાના બારાડી હડિયાણા ગામ નજીક સિંચાઈ યોજના/ચેક ડેમના ખાતમુહૂર્ત કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પ્રોટોકોલ મુજબ તાલુકા પંચાયત પ્રમુખનું નામ બાકાત રખાતાં ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ વૈશાલી ચનીયારાના પતિ મયુર ચનીયારા, ધારાસભ્ય રાઘવજી પટેલ તેમજ સિંચાઈ વિભાગના અધિકારી શિલ્પા કણસાગરા (કાર્યપાલક ઈજનેર) વચ્ચે થયેલી વાતચીતનો કોન્ફરન્સ કોલ ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમંત્રણ પત્રિકા અને પ્રોટોકોલ મુદ્દે ઉગ્ર બોલાચાલી વાઇરલ ઓડિયોમાં તાલુકા પંચાયત પ્રમુખના પતિ મયુર ચનીયારા પ્રોટોકોલનો ભંગ થયો હોવાનો આક્ષેપ કરતા સંભળાય છે. તેઓ સિંચાઈ વિભાગના અધિકારી અને રાઘવજી પટેલને પ્રશ્ન કરે છે કે, પ્રોટોકોલ પ્રમાણે સરકારી કાર્યક્રમોની પત્રિકામાં તાલુકા પંચાયત પ્રમુખનું નામ હોવું જોઈએ, છતાં તાલુકા ભાજપ પ્રમુખનું નામ લખાયું અને તાલુકા પંચાયત પ્રમુખનું નામ કેમ જાણીજોઈને બાકાત રાખવામાં આવ્યું? વાતચીત દરમિયાન સિંચાઈ વિભાગના અધિકારી મેડમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, 'શરતચૂકથી નામ રહી ગયું છે'. જોકે, મયુર ચનીયારાએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભૂલથી નામ રહી ગયું હોય તો પણ આ પ્રકારની અવગણના ચલાવી લેવાય નહીં. જૂના અને નવા કાર્યકરોની ઉપેક્ષાનો આક્ષેપ મયુર ચનીયારાએ રાઘવજી પટેલ પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોને પછાડવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રોત્સાહન આપી આગળ કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણીમાં પોતાના વિસ્તારમાં 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ અમે કરીએ અને માન-સન્માન બીજાને મળે તે હવે સહન નહીં થાય. તમારા કારણે અમારે પક્ષમાં સહન કરવાનો વારો આવે છે. નામ લખવાનું કામ સિંચાઈ વિભાગનું છે : રાઘવજી પટેલ ઓડિયોમાં વાતચીત દરમિયાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજી પટેલે બાબતને હળવાશથી લેવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે, આમંત્રણ પત્રિકા ક્યારે છપાઈ અને તેમાં કોના નામ છે તેની તેમને અગાઉથી જાણ નહોતી. નામ લખવાનું કામ સિંચાઈ વિભાગનું છે અને કામ મંજૂર થયું હોવાથી તેઓ ખાતમુહૂર્તમાં જવાના છે. તેમણે સમગ્ર મામલે તપાસ કરી આગળ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    PSI પર ફાયરિંગ કરનાર આરોપી સામે FIR:મર્ડર વિથ લૂંટમાં હથિયારોની રિકવરી વખતે બે રાઉન્ડ ફાયરિંગ કરતા મુખ્ય શૂટરને પોલીસે પગમાં ગોળી મારી
    Next Article
    Box Office: Vijay-Rashmika's Ranabaali Opens At Rs 16 Crore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment