Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSI કેડરની 858 જગ્યા માટે લેખિત પરીક્ષા પૂર્ણ:અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી, ગેરરીતિ અટકાવવા લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી

    1 week ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરાયેલી PSI કેડરની 858 જગ્યા માટે આજે રાજ્યના ચાર શહેરોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ શારીરિક કસોટીમાં પાસ થયેલા અનેક ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. PSI કેડરની 858 જગ્યા માટે લેખિત પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (બિન હથિયારી પો.સ.ઇ, હથિયારી પો.સ.ઇ.(પ્લાટુન કમાન્ડર) તથા જેલર ગૃપ-2) ની કુલ-858 જગ્યાઓ માટેની શારીરિક કસોટી તા.21 જાન્યુઆરી, 2026થી તા.9 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજવામાં આવી હતી. શારીરિક કસોટીમાં 2.47 લાખ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે પૈકી ઉત્તીર્ણ થયેલ કુલ-1,10,680 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની કૂલ 371 શાળાઓમાં યોજાઈ હતી. ગેરરીતિ અટકાવવા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટે 4000 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા 8000 જેટલા શિક્ષણ વિભાગના અધિકારી/ કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવી હતી. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર PI/PSI કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવી હતી. લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા હતા. શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક/ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા બે વખત વેરીફીકેશન કરવામાં આવનાર છે તથા Facial recognition technologyનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરી, પોલીસ ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, કરાઈ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને સમગ્ર પરીક્ષા CCTV મોનીટરીંગ હેઠળ યોજાઈ હતી. ઉમેદવારો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ ખાતેની આ લેખિત પરીક્ષા સબંધિત પોલીસ કમિશનરના સુપરવિઝન હેઠળ IGP/DIGP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્રારા પુર્ણ કરવામાં આવી છે. ઉમેદવારોને કોઇ મદદની જરૂરીયાત હોય તો હેલ્પ નંબર 8160880331, 8160853877, 8160809253 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 16નાં મોત:વિરુધુનગરમાં દુર્ઘટના, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા; આસપાસની ઇમારતોમાં પણ તિરાડો પડી
    Next Article
    PSIની 858 જગ્યા માટે લેખિત પરીક્ષા પૂર્ણ:અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 45 હજારથી વધુ ઉમેદવારો આવ્યા, ઉમેદવારે કહ્યું- પરિણામ વહેલું જાહેર થાય તો ફાયદો થઈ શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment