Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોપલના મહિલા PSI વતી 5-લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો:હાંસોલ પોલીસ ચોકીના ASIને 6 હજારની લાંચ લેતા ACB દબોચ્યો, 10 લાખ માંગનાર મહિલા પોલીસકર્મી ફરાર

    3 days ago

    અમદાવાદમાં પોલીસ વિભાગમાં એસીબીનો સપાટો જોવા મળ્યો છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેર પોલીસમાં લાંચ લેનારા પોલીસ કર્મીઓને એસીબીની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યા છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન હસ્તકની હાંસોલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) રૂ.6 હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપ્યા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ વતી લાંચ લેનારા હેડ કોન્સ્ટેબલને રૂ. 5 લાખની લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. પોલીસ વિભાગમાં પ્રજાના કામો કરવાની જગ્યાએ અધિકારીઓ અને કર્મચારીઓ લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની ફરિયાદો વધતા એસીબી દ્વારા હવે પોલીસ વિભાગ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. પ્રથમ કેસ હાંસોલ પોલીસ ચોકીનો ASI લાંચ લેતા ઝડપાયો એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી વિરુદ્ધમાં નોંધાયેલા કેસમાં પોલીસ કાર્યવાહી દરમિયાન તેમને હેરાન ન કરવા માટે હાંસોલ પોલીસ ચોકીના ASI શશીકાંત જાદવે (ઉ.વ.52) ફરિયાદી પાસેથી રૂ.6 હજારની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી તેમણે એન્ટી કરપ્સન બ્યુરો(ACB)નો સંપર્ક કરી અરજી કરી હતી. જે બાદ અરજીના આધારે એસીબીની ટીમે શુક્રવારે હાંસોલ પોલીસ ચોકીના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાર્કિંગમાં ગયા હતા અને ASI ફરિયાદી પાસેથી રૂ.6 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, તે સાથે જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACBએ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. બીજો કેસ બોપલના મહિલા PSI વતી 5-લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીની તપાસ PSI પ્રીતલ ચૌધરી કરી રહ્યા હતા. ફરીયાદી નાઓની વિરૂધ્ધમાં ગુનો દાખલ નહી કરવા PSI પ્રીતલ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈએ ફરીયાદીની પાસે પ્રથમ રૂ.10 લાખની લાંચની માંગણી કરી હતી. ફરીયાદીએ રકઝક કરતાં છેવટે 5 લાખ રૂપિયામાં વાત નક્કી થઈ હતી. ફરીયાદીએ લાંચ ન આપવી હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરીયાદ ખેડા એ.સી.બી પોલીસ સ્ટેશન નડીયાદ ખાતે આવી આપી હતી. જે બાદ નડિયાદ ખાતે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. બોપલ પોલીસ સ્ટેશનના સાઇબર ક્રાઈમ બ્રાન્ચ વિભાગમાં PSI પ્રીતલ ચૌધરી વતી હેડ કોન્સ્ટેબલે રૂ. 5 લાખ લાંચ પેટે સ્વીકારી પોતાના મોબાઇલ ફોનથી PSIને ફોન કરી સ્પીકર ફોનથી વાત કરી લાંચના પૈસા મળી ગયા હતા, તેમ જણાવી વાતચીત કરી હતી. જે બાદ સમગ્ર મામલે એસીબીએ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈને ઝડપી પાડ્યો હતો જ્યારે મહિલા પીએસઆઇ ફરાર છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોહર્રમ પર્વ શાંતિપૂર્ણ સંપન્ન:રેન્જ IG નિર્લિપ્ત રાયે સુરક્ષા સંભાળી, પોલીસે બાળકોને પરિવાર સાથે મેળવ્યાં
    Next Article
    Steam Summer Sale 2026 Best Deals: Kingdom Come: Deliverance 2, Resident Evil Requiem, Black Ops 7 and More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment