Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રના પડખામાં કેવી રીતે વાગી?:રાજકોટમાં ફ્લેટ નં-404માં મતરાત્રે રહસ્યમય બનાવ, PSI પંડ્યાના હાથમાં પણ ઈજા

    19 hours ago

    રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ સમન્વય શુલભ એપાર્ટમેન્ટમાં 30 માર્ચની રાતે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા PSI એન. કે. પંડ્યાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતા ગોળી સીધા તેમના હાથમાં અને સાથે રહેલી મહિલાને કમરના ભાગમાં વાગી જતા બન્નેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા આ બનાવ રાત્રિના 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ, PSI રિવોલ્વર સાફ કરતા હતા, આ સમયે અચાનક ફાયરિંગ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ખરા અર્થમાં શું ઘટના બની હતી અને હકીકત શું છે? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પીએસઆઇ બે વર્ષથી ફ્લેટમાં રહેવા આવ્યા છે, મહિલા મિત્ર અવાર-નવાર આવતા હાલ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ નિતીન કે. પંડ્યા છેલ્લા દોઢ-બે વર્ષથી યુનિવર્સિટી રોડ પર આવેલા ઉમા પાર્કમાં શેરી નં-3માં સમન્વય સુલભ નામના એપાર્ટમેન્ટમાં 404 નંબરના ફ્લેટમાં એકલા જ રહેતા હતા. પૂજા નામના તેમના મહિલા મિત્ર અવાર-નવાર તેઓને મળવા આવતા હતા. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે, ફાયરિંગની ઘટના બન્યા બાદ આ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું છે. બન્ને ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ પીએસઆઇ પંડ્યાએ તેમના પડોશીઓને પણ મિસફાયર થયું હોવાનું અને આ ઘટનામાં પોતાને અને તેમના મહિલા મિત્રને ઇજા થયાનું જણાવ્યું હતું. હાલ બંનેને ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ ઘટના બની ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ મથકના ડી-સ્ટાફના પીએસઆઇ વિક્રમ ડોડિયાને પણ કોઇએ ફોન કરીને ઘટનાથી વાકેફ કર્યા હતા. જે ફ્લેટમાં બનાવ બન્યો તેમાં PSI ભાડેથી રહે છે. PSI એન કે. પંડ્યાના હાથમાં ફ્રેક્ચરઃ ACP PSI એન કે. પંડ્યા 2022-23 બેચના ડાયરેક્ટ PSI છે, જેઓ છેલ્લા બે વર્ષથી રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતાં. હાલ છેલ્લા 15 દિવસથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. તેમની સાથે રહેલ મહિલા પૂજાબેન તેમના મિત્ર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. PSI એન કે. પંડ્યાના હાથમાં ફ્રેક્ચર થયું છે. તપાસ દરમિયાન કોઈ ક્રાઇમ થયો હોવાનું સામે આવશે તો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અધિકારી વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી સક્ષમ અધિકારી દ્વારા કરવામાં આવશે. ‘હથિયાર લોડ હોવાના કારણે આકસ્મિક રીતે ફાયરિંગ થયું’ અધિકારીઓને હથિયાર આપતા વખતે ખાસ તાલીમ પણ આપવામાં આવતી હોય છે, જેમાં હથિયાર સર્વિસ એટલે કે સાફ કેવી રીતે કરવું તેની તાલીમ પણ આપવામાં આવતી હોય છે. હથિયાર લોડ ન હોય ત્યારે પણ સર્વિસ કરવું જોઈએ, પરંતુ ગઈકાલની ઘટનામાં હથિયાર લોડ હોવાના કારણે આકસ્મિક રીતે ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગામી સમયમાં આ અધિકારી સામે ખાતાકીય શિક્ષાત્મક પગલાં લેવાઈ તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોદી થોડીવાર સાણંદ પહોંચશે:કેઇન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, ગુજરાતના 4માંથી 2 પ્લાન્ટમાં ચિપનું ઉત્પાદન
    Next Article
    "Raja Is Back" Balloons Outside Meghalaya Honeymoon Murder Victim's Home. Here's Why

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment