Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ મહેફિલ કેસમાં ભાજપના મંત્રી અર્જુન મોઢવાડિયાનો પુત્ર નિર્દોષ:ફરિયાદી તત્કાલીન PSI પર 4 લાખના તોડનો કરાયો હતો આક્ષેપ; 2016માં સેટેલાઈટના એક ફ્લેટમાં રેડ પાડી હતી

    9 hours ago

    અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે વર્ષ 2016માં અર્જુન મોઢવાડિયાના પુત્ર પાર્થ મોઢવાડિયા સહિત કુલ 26 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા, કોર્ટે 14 સાહેદ અને 26 દસ્તાવેજી પુરાવા તપાસીને આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યા છે. વર્ષ 2016માં દારૂની મહેફિલમાં રેડ પાડી હતી કેસને વિગતે જોતા વર્ષ 2016માં 8 મેની રાત્રિ દરમિયાન ફરિયાદી PSI ચંદ્રકલા જાડેજાને બાતમી મળી હતી કે સેટેલાઈટના એક ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેના આધારે PSIએ તે જગ્યાએ રેડ પાડી હતી. જેમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર પાર્થ મોઢવાડિયા સહિત કુલ 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં PSI પોતે ફરિયાદી હતા પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વરુણ જૈન નામના વ્યક્તિની બર્થડે પાર્ટી હોવાથી તેને પોતાના પિતા મનોજ જૈનની લિકર પરમિટ પર રાજકોટથી શરાબ લવાયો હતો. આ કેસમાં PSI ચંદ્રકલા જાડેજા પોતે ફરિયાદી હતા. રેડ વિશે PSIએ પોતાના ઉપરી અધિકારીઓને જણાવ્યું નહોતું જો કે આરોપીના વકીલે કોર્ટ સમક્ષ જુદી જુદી દલીલો કરી હતી. જે મુજબ ફરિયાદીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મકાનનો અડધો દરવાજો ખુલ્લો હતો. કોઈપણ વ્યક્તિ શરાબ પાર્ટી દરવાજો ખુલ્લો રાખીને કરે તેવું માની શકાય તેમ નથી. વળી રેડ વિશે PSIએ પોતાના ઉપરી અધિકારીઓને જણાવ્યું નહોતું. આ કેસમાં કોઈ સ્વતંત્ર વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી નથી. પોલીસ સ્ટેશનની બહાર ચા બનાવતા વ્યક્તિને પંચ સાહેદ બનાવી દીધા હતા. PSI પર 4 લાખ માંગવાનો આરોપ લાગ્યો હતો વળી આ કેસ બાદ ફરિયાદી PSI ચંદ્રકલા જાડેજા ઉપર વર્તમાન આરોપીઓને જામીન ઉપર છોડી દેવા તેમજ મહિલાઓને અને બાળકોની ધરપકડ નહીં કરવા 4 લાખ રૂપિયા માંગ્યાનો આરોપ લગાવાયો હતો. જે સંદર્ભે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી. આરોપીઓના બ્લડ ટેસ્ટના સેમ્પલ સમયસર લેવાયા નથી આ કેસમાં ચાર્જશીટ કરનાર પોલીસ અધિકારી ACP સી.એન.રાજપુત છે .જેવો PSI ચંદ્રકલાના ભ્રષ્ટાચારના કેસની પણ તપાસ કરી રહ્યા છે. ACBના કેસમાં ફરિયાદી ચંદ્રકલાએ કહ્યું હતું કે ઘટના સમયે તેઓ પોતાના ઘરે હતા. આમ ફરિયાદીના વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. વળી રેડમાં કેટલી સ્ત્રીઓ હાજર હતી તે પણ લખ્યું નથી. આરોપીઓના બ્લડ ટેસ્ટના સેમ્પલ સમયસર લેવાયા નથી કે તેમની હાજરીમાં સીલ કરાયા નથી. ઉપરોક્ત રજૂઆતો બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર LCB: ₹2.35 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, સરકારી જમીન અપાવવાના બહાને ઠગાઈ
    Next Article
    પાટણ નગરપાલિકા ચૂંટણી: પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસનો દબદબો:કર્મચારીઓએ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ પસંદ કર્યા, 77 મતની સરસાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment