Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર LCB: ₹2.35 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, સરકારી જમીન અપાવવાના બહાને ઠગાઈ

    8 hours ago

    પોરબંદર LCBએ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ₹2.35 કરોડથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ અંગે બખરલા ગામના ખેડૂત પોપટભાઈ ઉર્ફે પરબતભાઈ વેજાભાઈ ખૂંટીએ 30 એપ્રિલ 2026ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓએ તેમની ખેતરની બાજુમાં આવેલી સરકારની 8 વીઘા જમીન તેમના નામે કરાવી આપવાની લાલચ આપી હતી. જમીનની માપણી અને સ્વરક્ષણ હથિયારનું લાયસન્સ અપાવવાના બહાને આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ-અલગ હપ્તામાં ₹14.50 લાખ પડાવ્યા હતા. આરોપીઓએ અન્ય લોકોને પણ સરકારી જમીન અને હથિયાર લાયસન્સ અપાવવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. આ રીતે ફરિયાદી અને અન્ય સાક્ષીઓ પાસેથી કુલ ₹2.35 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 420, 504, 506(2), 120(B) અને 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCBને આરોપીઓને ઝડપી પાડવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના નેતૃત્વ હેઠળની ટીમે કાર્યવાહી કરી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કુતિયાણા નજીક બીલડી ગામ પાસે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પરથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના છાસીયા ગામનો રસીક ધનાભાઈ માલકીયા (ઉંમર 25) અને રેવાણિયા ગામનો કાંતી ગોરધનભાઈ મકવાણા (ઉંમર 29)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 3 મે 2026ના રોજ સવારે 11 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ માહિતી મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. પોરબંદર પોલીસે ઓછા સમયમાં મોટી રકમની છેતરપિંડીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં 4 માળની બિલ્ડિંગમાં આગ, 9નાં મોત:ACમાં બ્લાસ્ટથી આગ લાગી; બે લોકો ઘાયલ, 15 જેટલાં લોકોને બચાવવામાં આવ્યા
    Next Article
    દારૂ મહેફિલ કેસમાં ભાજપના મંત્રી અર્જુન મોઢવાડિયાનો પુત્ર નિર્દોષ:ફરિયાદી તત્કાલીન PSI પર 4 લાખના તોડનો કરાયો હતો આક્ષેપ; 2016માં સેટેલાઈટના એક ફ્લેટમાં રેડ પાડી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment