Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજ્ઞાચક્ષુને માર મારના મહિલા PSI 3 દિવસ બાદ સસ્પેન્ડ કરાયા:ભારે વિવાદ થતા અંતે પોલીસે કાર્યવાહી કરવી પડી, ભોગ બનનાર ફરિયાદ નોંધાવવા પહોંચ્યા

    21 hours ago

    અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર મારનારા મહિલા PSI સોનલ રાઠોડને અંતે ત્રીજા દિવસે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેબીન ચલાવી ગુજરાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુને માર માર્યો હતો અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં PCO ચલાવતા ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી. જેથી તેઓ કેબીન પર પેકેટ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈનું માનીએ તો, તેમની કેબીન પર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક છોકરાઓ પેકેટ તોડી જતા હોય છે. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ આવતા તેમને હાથ લાંબો કરતા એક બાળકનો હાથ પકડી લીધો હતો. જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી. સગીરે ઘટના બાબતે તેના પિતાને જાણ કરતા તેઓ કેબીન પર આવી પહોંચ્યા હતા અને મને ગાળો આપી હતી. ત્યારબાદ સગીરના પિતાએ તેમના પત્નીને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મે માફી માગી છતા બાળકના પિતાએ મને ગાળો આપી- ગોપાલભાઈ ગોપાલભાઈ દરજીએ 'દિવ્ય ભાસ્કર'સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને પોલીસ સ્ટેશન લઈ જઈને બેસાડવામાં આવ્યો હતો.મેં માફી માંગી છતાં બાળકના પિતાએ મને ગાળો આપી હતી. 'બહારથી આવેલા PSIએ મને લાફા, લાતો અને લાકડી મારી' ગોપાલભાઈએ વધુમાં જણાવ્યું કે, હું જ્યારે ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે બહારથી એક PSI આવ્યા હતા. તેમને કોઈએ રોક્યા ન હતા. તેને મને લાફા અને લાતો મારી જેથી હું નીચે પડી ગયો હતો. ત્યારબાદ પણ તેને મને લાકડીથી ફટકાર્યો હતો. મેં પોલીસને મારી ફરિયાદ લખવા જણાવ્યું હતું. પરંતુ લખી નહોતી.
    Click here to Read More
    Previous Article
    PMના કાર્યકાળના 12 વર્ષની રાજકોટમાં ઉજવણી:વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જન કલ્યાણ શિબિર, પ્રગતિપથ યાત્રા યોજાશે
    Next Article
    ગાંધીનગરમાં આઈવા ટ્રકચાલકની ઠંડા કલેજે હત્યા:ખેતરમાંથી લોહી અને ઈજાના નિશાન સાથે લાશ મળી, પોલીસે 3 શકમંદને ઉઠાવ્યા; 3 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment