Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMના કાર્યકાળના 12 વર્ષની રાજકોટમાં ઉજવણી:વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જન કલ્યાણ શિબિર, પ્રગતિપથ યાત્રા યોજાશે

    19 घंटे पहले

    ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે ત્યારે રાજકોટમાં આગામી તા.5 થી 21 જૂન સુધી અલગ - અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જન કલ્યાણ શિબિર તેમજ પ્રગતિપથ યાત્રા યોજાશે. કલેકટર ડૉ.ઓમ પ્રકાશે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તા.5 થી 21 જૂન 2026 સુધી રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 8 થી 14 જૂન વચ્ચે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાશે. જે સંમેલન રાજકોટ શહેરમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાશે. જોકે તેની તારીખ નક્કી થવાની બાકી છે. જેમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સાંસદ એમ.લક્ષ્મણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત, નગરપાલિકા અને શહેરના તમામ વોર્ડમાં જન કલ્યાણ શિબિર યોજાશે. આ ઉપરાંત ભારત સરકારની 15 જેટલી સ્કીમ છે. જેમાં નમો શ્રી યોજના,PMJAY યોજના, આયુષ્માન ભારત, વયવંદના યોજના, પીએમ સૂર્ય ઘર અને લખપતિ દીદી સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે. જેનો લાભ લોકોને આપવામાં આવશે. આ સાથે જ 8 થી 14 જૂન વચ્ચે પ્રગતિપથ યાત્રા યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાની ગઢકાની અમુલ ડેરી અને અટલ સરોવર તેમજ સ્ટેટના પણ પ્રગતિપથ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં કુલ 7 રૂટ બનાવવામાં આવ્યા છે. આ પ્રગતિ પથના રુટ પર રાજ્ય સરકાર હસ્તકના જેટકો, PGVCL, પાણી પુરવઠા બોર્ડ, કોર્પોરેશન, રોડના કામો તેમજ AIIMS અને ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ જિલ્લામાં બન્યું છે ત્યારે તેમાં લોકોને થયેલા લાભો અંગે માહિતગાર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    After admitting to fake sexual harassment charges, Shilpa Shinde blames ‘paid PR’
    Next Article
    પ્રજ્ઞાચક્ષુને માર મારના મહિલા PSI 3 દિવસ બાદ સસ્પેન્ડ કરાયા:ભારે વિવાદ થતા અંતે પોલીસે કાર્યવાહી કરવી પડી, ભોગ બનનાર ફરિયાદ નોંધાવવા પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment