Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PSI સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ કલેકટરનો હુકમ:સેક્ટર-15ના પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં કડક પ્રતિબંધો, ઝેરોક્ષ સેન્ટરો અને પાન-ચાની દુકાનો બંધ રાખવા આદેશ

    12 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી રવિવારે યોજાનારી બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (મોડ-2, પેપર-2) ને લઈને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. આ મહત્વપૂર્ણ લેખિત પરીક્ષા અત્યંત શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગાંધીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા સમગ્ર સેક્ટર-15 વિસ્તારમાં સિક્યોરિટી એલર્ટ જાહેર કરી, તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. 6 કેન્દ્રો પર 1920 ઉમેદવારો આપશે પરીક્ષા આગામી રવિવારે યોજાનારી આ ખાસ ભરતી પરીક્ષા માટે ગાંધીનગરના શૈક્ષણિક હબ ગણાતા સેક્ટર-15 ખાતે આવેલા LDRP કેમ્પસ, VPMP પોલિટેકનિક અને કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે કુલ 6 પરીક્ષા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોના 64 બ્લોક પર અંદાજે 1920 જેટલા પરીક્ષાર્થી ઉમેદવારો પોતાની પરીક્ષા આપવાના છે. પરીક્ષાની પવિત્રતા જળવાઈ રહે અને પેપર લીક કે અન્ય કોઈ ગેરરીતિની આશંકાઓ બિલકુલ ન રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-163 અન્વયે વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આકરા પ્રતિબંધો લાદ્યા છે: દુકાનો-ઝેરોક્ષ સેન્ટરો સજ્જડ બંધ પરીક્ષાના સમય દરમિયાન નિર્ધારિત કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં સક્ષમ અધિકારીની મંજૂરી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવા પર તેમજ કોઈ પણ પ્રકારની સભાઓ ભરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈપણ પ્રકારની નકલ કે કાગળોની આપ-લે રોકવા માટે કેન્દ્રોની આસપાસના તમામ ઝેરોક્ષ સેન્ટરો સજ્જડ બંધ રાખવા આદેશ અપાયો છે. આ ઉપરાંત અવાંછિત ભીડભાડ ટાળવા પાન-બીડીના ગલ્લા તેમજ ચા-પાણીની હોટલો પણ બંધ રાખવી પડશે. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્વક પેપર લખી શકે તે માટે કેન્દ્રની આસપાસ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર મનાઈ ફરમાવાઈ છે. ડિજિટલ ચોરી રોકવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પ્રતિબંધ પરીક્ષા ખંડમાં હાઈટેક પદ્ધતિથી થતી ચોરી રોકવા માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. ઉમેદવારો પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રિક ડાયરી, સ્માર્ટ વોચ, લાઈવ લોકેશન શેરિંગ ઉપકરણો કે અન્ય કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત પરીક્ષામાં ચોરી કરવા કે કરાવવાના ઈરાદાથી કોઈ પણ પુસ્તક, કાગળની કાપલીઓ કે ઝેરોક્ષ નકલો લાવવા-લઈ જવા પર સદંતર રોક લગાવવામાં આવી છે. નિયમ ભંગ કરનાર સામે થશે શિક્ષાત્મક કાર્યવાહી આ કડક નિયમોમાંથી માત્ર ફરજ પરના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ્ઝ, પરીક્ષાના સત્તાવાર ઓબ્ઝર્વર્સ અને પરીક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકૃત સ્ટાફને જ મુક્તિ આપવામાં આવી છે. તે સિવાયના કોઈ પણ બિનઅધિકૃત વ્યક્તિને કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર તમામ તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી આકરી સજા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જયંતિ રવિના હસ્તે બીનવાડા શાળામાં પ્રવેશોત્સવ:16 બાળકોને પ્રવેશ અપાયો, જ્ઞાનની ચકાસણી કરાઈ
    Next Article
    લિવ-ઈન પાર્ટનરની ઘાતકી હત્યા:પ્રેમિકાએ બટાકા છોલવાના ચપ્પુથી પ્રેમીને પતાવી દીધો, ગાળાગાળી કરી માર મારવા પાછળ દોડ્યોને મોત મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment