Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ-ચોકીમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, 130 ફૂટ દૂર યુવક વીંધાયો:સુરતમાં લારીવાળાના હાર્ટથી 5 ઇંચ નીચે ગોળી ઘૂસીને આરપાર થઈ, 66 ફૂટ દૂરથી મળી

    14 घंटे पहले

    સુરતમાં નાના વરાછા પોલીસ ચોકીના PSI મકવાણા શનિવારે(22 ઓગસ્ટ) સાંજે ચોકીમાં બેઠાં-બેઠાં સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે ભૂલમાં ટ્રીગર દબાઈ જતા ફાયરિંગ થયું હતું. રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી પાણીના જગને ચીરી સામે રોડ પર ક્રોસમાં ઉભેલા લારીવાલાના હાર્ટથી 5 ઇંચ નીચે પેટમાં વાગી હતી. લારીવાલાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ડીસીપી આલોક કુમારે ભાસ્કરને કહ્યું હતું કે, પોલીસ ચોકીમાં દરવાજાથી અંદર પ્રવેશતા જ ડાબી બાજુએ ટેબલ હતું, જ્યાં ખુરશી થોડી ત્રાંસી રાખીને PSI બેઠા હતા. તેને જમણા હાથમાં પિસ્તોલ પકડી રાખી હતી અને જમણો હાથ કુદરતી રીતે જ એંગલ પર હોવાથી દરવાજા તરફ ખુલ્લી જગ્યા મળી ગઈ હતી. આ ફાયરિંગ દરમિયાન ગોળી સીધી 20 લિટરના મિલ્ટનના જગમાંથી આરપાર નીકળીને ખુલ્લા દરવાજામાંથી બહાર ગઈ હતી.ગોળી જગમાંથી પસાર થયા બાદ દરવાજાની બહાર લગભગ 40 મીટર (130 ફૂટ) દૂર ઊભેલી વ્યક્તિને જઈને વાગી હતી. તે વ્યક્તિને વીંધીને ગોળી આગળ બીજા 20 મીટર(66 ફૂટ) દૂર જઈને પડી હતી, એટલે કે ગોળીએ કુલ 60 મીટર(196 ફૂટ)નું અંતર કાપ્યું હતું. રૂમની અંદર જગ સિવાય અન્ય કોઈ જગ્યાએ ગોળી અડી ન હતી ઘટના બાદની 3 તસવીર ગોળી 30 ડિગ્રી ક્રોસમાં જવી એ મામલે શંકા દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘટનાસ્થળ જોઈને આ સમગ્ર ઘટના અંગે કેટલાક સવાલો ઊભા થયા હતા. પોલીસ ચોકીમાંથી ગોળી બહાર આવીને ગોળી 30 ડિગ્રી ક્રોસમાં જવી એ મામલે શંકા થઈ રહી છે. જોકે અહીં લારી પહેલા પણ એક વાન પડી હતી અને પછી લારીવાળો ઊભો હતો તો આ ગોળી લારીવાળાને કેવી રીતે લાગી તેને લઈને સવાલ થઈ રહ્યા છે. જે જગ્યા પર લારીવાળાને ગોળી વાગી ત્યાં સીસીટીવી પણ છે. જો તે ચેક કરવામાં આવે તો રહસ્ય પરથી પડદો ઉંચકાઈ શકે છે. ટ્રીગર દબાયું ગોળી છૂટી અને લારીવાલાને વાગી કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવતી નાના વરાછા ઢાળ પોલીસ ચોકીના PSI પી. એસ. મકવાણા શનિવારે સાંજે ચોકીમાં બેઠાં-બેઠાં સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા. તે દરમિયાન રિવોલ્વર લોડેડ હોવા બાબતથી તેઓ બેખબર હતા. આ સમયે ભૂલથી ટ્રીગર દબાઈ જતા એકાએક ફાયરિંગ થઇ ગયું હતું. ગોળી છૂટી ચોકીમાં મુકેલા પાણીના 20 લિટરના જગને વીંધીને ક્રોસમાં રોડ પર ઉભેલા લારીવાલા અરવિંદ અંબુ પટેલ (ઉ.વ.45, રહે-રામજી મંદિર પાસે, નાનાવરાછા)ને વાગી હતી. હાર્ટની 5 ઇંચ નીચે ડાબી બાજુએથી આરપાર નીકળી ગઈ ગોળી અરવિંદ પટેલના હાર્ટની 5 ઇંચ નીચે ડાબી બાજુએથી આરપાર નીકળી ગઈ હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અરવિંદભાઈની હાલત નાજૂક હોવાનું જાણવા મળે છે. ભોગ બનનારા પોલીસ ચોકી નજીક લારીમાં કપડાં વેચતો પેટિયું રળે છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો સ્ટાફ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં હતા. સ્થાનિક લોકોના અને ચોકીના સ્ટાફના નિવેદન લેવાયા હતા. PSI મકવાણાથી ભૂલથી ફાયરિંગ થઈ ગયું હોવાનું ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. PSIની ગ્લોક 17 નામની પિસ્તોલમાં 9 mm કેલિબરની ગોળીઓનો ઉપયોગ થાય અને સ્ટાન્ડર્ડ મેગેઝિનમાં એકસાથે 17 ગોળીઓ લોડ કરી શકાય છે. પોલીસ ચોકીથી 60 મીટર દૂર સુધી આ ગોળી ગઈ! કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI સોલંકીએ ભાસ્કરને કહ્યું હતું કે, આ સમગ્ર ઘટનાનું પ્રેકટીકલ કરવામાં આવ્યું હતું. પાણીના જગમાંથી ગોળી આરપાર નીકળ્યા બાદ 40 મીટર દૂર લારી વાળા ને ગોળી વાગી હતી અને તેનાથી આરપાર થઈને 20 મીટર દૂર ગોળી મળી આવી હતી. એટલે કે પોલીસ ચોકીથી 60 મીટર દૂર સુધી આ ગોળી ગઈ હતી. હાલ તપાસ ચાલી રહી છે. PSI પી.એચ. મકવાણા વિરુદ્ધ કલમ 125(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શેલા કલબ O7 સહિતના વિસ્તારોમાં ઔડાની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ:આગામી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થઈ જશે, 50 હજાર લોકોને ફાયદો
    Next Article
    बिजनौर में फिर पकड़ा गया गुलदार, जानिए कि आखिर वन विभाग गुलदार का करता क्या है?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment