Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેલા કલબ O7 સહિતના વિસ્તારોમાં ઔડાની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ:આગામી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થઈ જશે, 50 હજાર લોકોને ફાયદો

    12 hours ago

    ગત જુલાઈ મહિનામાં અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે બોપલ- ઘુમા અને ઔડા (અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ) હેઠળ આવતા શેલા વિસ્તાર જળમગ્ન થઈ ગયા હતા. બેથી ત્રણ દિવસ સુધી વરસાદી પાણી ભરાઈ રહ્યા હતા. શેલાના કલબ O7 અને સ્કાય સિટી આસપાસના વિસ્તારમાં ભરાતા પાણીની સમસ્યા દૂર કરવા ઔડા દ્વારા ક્લબ O7 રોડ થઈને રજનીકાંત શ્રોફ તળાવ સુધી અને ત્યાંથી સાણંદના કાણેટી તળાવ સુધી વરસાદી પાણીની લાઈન નાખીને શેલામાં સ્કાય સિટી આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ લાવવામાં આવ્યો છે. આગામી વર્ષે આ વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ જશે અને અંદાજે 50 હજાર લોકોને ફાયદો થશે. RCC પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થઈ ઔડા CEO મિરાંત પરીખે કહ્યું હતું કે, શેલામાં ક્લબ O7 તથા તેની આસપાસના વિસ્તારમાં સ્ટ્રોમ વોટર પાઈપલાઈનના અભાવે દર વર્ષે ચોમાસામાં ખૂબ જ પાણી ભરાઈ રહેતું હતું. રોડ પર નાગરિકો અને વાહનવ્યવહારમાં ખૂબ જ તકલીફ પડતી હતી, જેથી આ સમસ્યાના નિવારણ માટે ઔડા દ્વારા સ્કાયસીટી જંકશનથી ક્લબ- O7 થઈ પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ તળાવ સુધી સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચાલુ ચોમાસા પહેલા સ્કાયસીટી જંકશનથી ક્લબ- O7 તળાવ સુધી 1600 મીમી વ્યાસની RCC પાઇપલાઇન તથા ક્લબ-O7 તળાવથી પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ તળાવ સુધી 2000 મીમી વ્યાસની RCC પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ભોગાવો નદી તરફ પાણી નિકાલનું આયોજન આ સમગ્ર વિસ્તારનું પાણી સાણંદ કાણેટી તળાવ થઇ ડ્રેનેજ મારફતે ભોગાવો નદી તરફ નિકાલનું આયોજન કરવાં આવ્યું છે. જે અંતર્ગત હાલમાં પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ તળાવ પાસે સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. સાણંદના કાણેટી તળાવ સુધીની 1200 મીમી વ્યાસની રાઇઝિંગ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિવારણ આ વરસાદી પાણીની લાઈન નાખવાથી સ્કાયસીટીથી ક્લબ- O7સુધીના રોડ પર વરસાદી પાણીના ભરાવવાની સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ ગયું છે. આગામી ચોમાસા દરમિયાન હવે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ તળાવમાં થશે. શેલા વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાના નિવારણ માટે ADB સહાય પ્રોજેક્ટ અંતર્ગત ડ્રેનેજ રાઈઝિંગ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેને કાર્યરત કરવા માટે ઇન્સ્પેક્શન તથા સફાઇની કામગીરી ચાલી છે. જે કામગીરી પૂર્ણ થયા બાદ શેલા વિસ્તાર તથા તેની આસપાસના વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિવારણ આવશે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડમાં 7150 લીટર નકલી દૂધ ઝડપાયું:દૂધની નદીઓ વહી હોય તેવા દૃશ્યો સર્જાયા; રાજકોટ રેન્જ ટીમે 6 શખસને પકડી જથ્થાનો નાશ કર્યો
    Next Article
    પોલીસ-ચોકીમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, 130 ફૂટ દૂર યુવક વીંધાયો:સુરતમાં લારીવાળાના હાર્ટથી 5 ઇંચ નીચે ગોળી ઘૂસીને આરપાર થઈ, 66 ફૂટ દૂરથી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment