Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડસ યુનિવર્સિટીમાં વાર્ષિક પ્રોજેક્ટ એક્ઝિબિશન ProEx 2026 શરૂ:1200થી વધુ વિદ્યાર્થીઓએ 500 પ્રોજેક્ટ્સ રજૂ કર્યા

    14 hours ago

    અમદાવાદમાં ઈન્ડસ યુનિવર્સિટી દ્વારા 1 અને 2 મેના રોજ વાર્ષિક પ્રોજેક્ટ એક્ઝિબિશન ProEx 2026નું આયોજન કરાયું છે. ઇન્ડસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ (IITE) દ્વારા IIICT, IIATE, IIPR અને WIIAના સહયોગથી આ પ્રદર્શન યોજાયું છે, જે વિદ્યાર્થીઓના નવીન અને સામાજિક રીતે ઉપયોગી ફાઇનલ યર પ્રોજેક્ટ્સને રજૂ કરવા માટે એક મંચ પૂરો પાડે છે. આ વર્ષે પ્રદર્શનમાં 1200થી વધુ વિદ્યાર્થીઓએ આશરે 500 પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સ ઇન્ડસ્ટ્રી-ઓરિએન્ટેડ અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણનું પ્રતિબિંબ છે. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે GIDC, સાનંદના ચેરમેન અજીત શાહ ઉપસ્થિત રહ્યા હતા. સન્માનનીય અતિથિ તરીકે NAMTECHના પ્રોગ્રામ ડિરેક્ટર ડૉ. કે. સી. વોરા અને વિશિષ્ટ અતિથિ તરીકે LDCEના પૂર્વ સંયુક્ત નિયામક પ્રોફ. ડૉ. ડી. પી. મહેશ્વરી હાજર રહ્યા હતા. ઇન્ડસ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ મિસ રાધિકા ભંડારી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રદર્શનમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રોજેક્ટ્સમાં AI, IoT, રોબોટિક્સ, 3D પ્રિન્ટિંગ, ઇન્ડસ્ટ્રી 4.0, સાયબરસિક્યુરિટી, એવિએશન અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા આધુનિક ટેકનોલોજી ક્ષેત્રોનો સમાવેશ થતો હતો. ProEx 2026 વાર્ષિક પ્રોજેક્ટ એક્ઝિબિશન વિદ્યાર્થીઓની નવીનતા અને ટેકનિકલ કુશળતાનું જીવંત પ્રદર્શન બની રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કાસા વ્યોમા સોસાયટીમાં હેપ્પી સ્ટ્રીટનું આયોજન:બાળકોએ વિવિધ રાજ્યોના ફૂડ સ્ટોલ લગાવ્યા
    Next Article
    આર્ટ ઓફ લિવિંગ દ્વારા ‘અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સ’:અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રેરણાદાયી કાર્યકરોને ગૌરવભેર સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment